મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (06:39 IST)

પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાઈ

girnar ropway
યાત્રાધામ પાવાગઢ મંદિરના રોપ-વે અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. પાવાગઢ રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ આજે સાંજે 7:30 વાગ્યે રોપ-વેમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઘણી ટ્રોલીઓ જ્યાં હતી ત્યાં જ થંભી ગઈ, જેના કારણે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા. પ્રશાસને રોપ-વેની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરી છે. 
 
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જ આ રોપવેની મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ હતી. 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી પાવાગઢ રોપવેની મેઈન્ટેનન્સ કામગીરી હોવાના કારણે રોપવે સેવા બંધ રખાઈ હતી. ત્યારે હવે 12 ઓગસ્ટ શનિવારના રોજથી ફરી શરૂ થયેલી રોપવે સેવામાં મેઈન્ટેનન્સના 15 દિવસમાં ખામી સર્જાઈ છે.