બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (12:42 IST)

12 વર્ષ નાના પ્રેમી સાથે લગ્ન કરવા મહિલા કોલકાતાથી અમદાવાદ આવીને ફસાઈ

કોલકાતાની રહેવાસી 18 વર્ષની દીકરી અને 8 વર્ષના દિકરાની માતા પોતાની ઉંમરથી 12 વર્ષ નાના પ્રેમીને મળવા માટે અમદાવાદ આવી પહોંચી હતી. પ્રેમીએ મહિલા સાથે સાથે લગ્ન કરવાની ના પાડતા મહિલાએ મરી જવાની ધમકી આપી હતી. જેથી એક જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઇન અભિયમમાં ફોન કરી અને મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે બોયફ્રેન્ડને બોલાવી અને લગ્ન કરવા બાબતે જણાવ્યું તો તેણે કહ્યું કે, તેની અન્ય યુવતી સાથે સગાઈ નક્કી થઈ ગઈ છે અને મહિલા સાથે હવે તે લગ્ન કરવા માંગતો નથી. પરંતુ મહિલા કોઈપણ સંજોગોમાં સમજવા તૈયાર ન હતી. તેની દીકરી ઘરેથી ફોન કરતી તો પણ તે પરત જવા તૈયાર ન હતી અને પ્રેમી સાથે જ લગ્ન કરવાની જીદ પકડી હતી.

અમદાવાદ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે, એક મહિલા પોતાના બોયફ્રેન્ડને મળવા કોલકાતાથી અમદાવાદ આવી છે અને હવે મહિલા મરવાની ધમકી આપે છે. જેથી શાહીબાગ લોકેશનની 181ની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. 181ની ટીમે જ્યારે મહિલાને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે, પોતે મૂળ કોલકાતાની રહેવાસી છે અને તેની ઉંમર 37 વર્ષની છે. પરિવારમાં પતિ એક દીકરી અને દીકરો છે. તેમના ગામના જ રહેવાસી 25 વર્ષના એક યુવક સાથે તેમને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે. છેલ્લા કેટલાય વખતથી બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા છે.મહિલા વધુમાં જણાવ્યું હતું કે, પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધવાના કારણે પોતે ગર્ભવતી થઈ હતી અને યુવકને કહેવાથી તેણે ગર્ભપાતની દવા પણ લઈ લીધી હતી. પ્રેમી અમદાવાદ શહેરમાં રહે છે. પ્રેમીએ લગ્નના વાયદા કર્યા હતા. તેમને જાણવા મળ્યું હતું કે હવે તેમનો બોયફ્રેન્ડ બીજી મહિલા સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે, જેથી તેઓ કલકત્તાથી પતિ અને બંને સંતાનોને છોડી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે અમદાવાદ આવી ગયા છે.

મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા તેમના બોયફ્રેન્ડને બોલાવવામાં આવ્યો હતો.કાઉન્સેલર દીપિકાએ તેઓને બોલાવી સમજાવતા બોયફ્રેન્ડને મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી પહેલા પોતે મરી જશે તેવી ધમકી આપી હતી. મહિલાએ પતિ સાથે છૂટાછેડા પણ લીધા ન હતા અને તેઓએ બોયફ્રેન્ડ સાથે જ લગ્ન કરવાની જીદ પકડી રાખી હતી. બીજી તરફ મહિલાની 18 વર્ષની દીકરી કલકત્તાથી ફોન કરતી હતી, તેમનો આઠ વર્ષનો દીકરો માતા વગર રહેતો ન હોવાથી રડતો હતો. દીકરી તેમને પરત આવી જવા માટે આજીજી કરતી હતી. પરંતુ મહિલા બોયફ્રેન્ડ સાથે જ રહેવાની જીદ પકડી રાખી હતી. તેઓ કોઇ પણ રીતે સમજવા તૈયાર ન હતા અને બોયફ્રેન્ડ પણ લગ્ન માટે ના પાડતો હતો. જેથી છેવટે મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા તેઓને નજીકના પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી અંગેની માહિતી આપી હતી.