રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (10:49 IST)

જામનગરમા પ્રેમલગ્ન કરનાર યુવકને યુવતીનાં પરિવારજનોએ મોતને ઘાટ ઉતાર્યો

Crime
જામનગરના હાપા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે. એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવકને યુવતીના પરિવારજનોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે મૃતકના પરિવારજનોએ યુવતીની માતાને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. પ્રેમલગ્નના કારણે ડબલ મર્ડર થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંને હત્યાના આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક સોમરાજ  હાપા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના સાસરા પક્ષના લોકો દ્વારા તેના પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. જેથી સોમરાજ જીવ બચાવવા રોયલ એનફિલ્ડના શો રૂમની અંદર ઘુસી ગયો હતો. તેની પાછળ પાછળ પહોંચેલા હત્યારાઓએ સોમરાજની શોરૂમની ઓફિસની અંદર જ હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા.સોમરાજની હત્યા કરાઈ હોવાની તેમના પરિવારજનોને જાણ થતા તેઓ રોયલ એનફિલ્ડના શો રૂમ પર દોડી આવ્યા હતા. આરોપીઓ હત્યા કરી ફરાર થઈ ગયા હોય સોમરાજના પરિવારજનો યોગેશ્વરધામમાં આવેલ આરોપીઓના ઘર પર પહોંચ્યા હતા. જ્યારે મૃતક સોમરાજના સાસુ જ હાજર હોય તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.પ્રેમલગ્નની અદાવત રાખી ખેલાયેલા લોહિયાળ જંગમાં બે લોકોને મોતને ઘાત ઉતારાતા પોલીસે બંને પક્ષના આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે.સોમરાજે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનો નારાજ હતા. જેનો ખાર રાખી આજે સોમરાજની હત્યા નિપજાવી હતી. સોમરાજની પત્ની પ્રેગનન્ટ હોવાનું જાણવા મળ્યું છે.