શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 જાન્યુઆરી 2021 (10:28 IST)

ગુજરાતમાં 25 વર્ષોંથી રાવણનું સમાન ભાજપનું રાજ ચાલી રહ્યું છે: AAP

AAPના રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ દિલ્હી સરકારના ઘારાસભ્ય સૌરભ ભારદ્વાજ અને ગુજરાતના સહ પ્રભારી તેમજ ઘારાસભ્ય ગુલાબસિહ યાદવ સહિતના પ્રદેશ હોદ્દાદારોએ આજ રોજ સુરત શહેરમાં વિવિઘ કાર્યક્રમોમાં હાજરી આપી
.
AAP ના સુરત શહેરના પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પરીવાર દ્વારા પ્રમુખની નિયુકતી થવા બદલ આજે શનિવારના દિવસે સુદંરકાડંના પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દિલ્હીથી આવેલા સૌરભ ભારદ્વાજ,ગુલાબસિહ યાદવ સહિતના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોએ હાજરી આપી હતી. 
 
જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે ગુજરાતમાં 25 વર્ષોંથી રાવણનું સમાન ભાજપનું રાજ ચાલી રહ્યું છે. અને વિરોઘ પક્ષ કોગ્રેંસ કુંભકર્ણની નિદ્રામાં સુતેલી છે, ત્યારે આમ આદમી પાર્ટીં હનુમાનજી દાદાને એવી શક્તિ અર્પણ કરે કે રાવણ સમાન ભાજપનો નાશ કરી શકાય
.
ત્યારબાદ બપોરે 2:00 વાગે જીવન ભારતી સ્કુલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે 685 ઉમેદવારોની બીજી યાદી રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ જી દ્વારા જાહેર કરાઇ હતી.
 
ત્યારબાદ 5:00 વાગે સુરતના સરથાણા વિસ્તારના કેનાલ રોડ પર ખોડલઘામ ખાતે વિજય સંકલ્પ સભા યોજાઇ હતા જેમાં રાષ્ટીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ,ઘારાસભ્ય ગુલાબસિહ યાદવ,સંસ્થાપક કિશોર દેસાઇ,પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા અને ઉપાઘ્યક્ષ ભેમાભાઇ ચૌઘરી સહિતના સુરત શહેર/જીલ્લાના પદાઘીકારીઓ,જાહેર થયેલ ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 
 
આ સભામાં વિવિઘ રાજકીય/સામાજીક આગેવાનો રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ અને ઘારાસભ્ય ગુલાબસિહ યાદવના વરદ હસ્તે પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો