બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 માર્ચ 2021 (08:43 IST)

ગુજરાતમાં દરરોજ સરેરાશ 18 વ્યક્તિના રોડ અકસ્માતમાં થાય છે મોત

રાજ્યમાં ગત બે વર્ષોમાં 30,377 રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં કુલ 13,456ના મોત થયા છે. આ પ્રકારે રાજ્યમાં દરરોજ 18 વ્યક્તિના રોડ અકસ્માતમાં મોત થાય છે. તાજેતરમાં જ રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં કોરોનાની તુલનાને રોડ અકસ્માતમાં વધુ લોકોના મોત થાય છે.  
 
ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર ગત બે વર્ષોમાં અમદાવાદ જિલ્લામાં રોડ અકસ્માતની સૌથી વધુ ઘટનાઓ 3,569 થઇ છે તેમાં 1,351 વ્યક્તિઓના મોત થયા છે. આ પ્રકારે અમદાવાદમાં દરરોજ 1થી વધુ વ્યક્તિઓના રોડ અકસ્માતમાં મોત થાય છે.    
 
ગત બે વર્ષોમાં સૌથી રોડ અકસ્માતમાં સૌથી વ્યક્તિના મોત સુરતમાં 1,237 બીજા ક્રમે વડોદરા 908 ત્રીજા ક્રમે, રાજકોટ 655 ચોથા, વલસાડ 643 પાંચમા, બનાસકાંઠા 631 સાથે છઠ્ઠા નંબર પર છે. 
 
ગત બે વર્ષમાં વાહન દુર્ઘટનામાં સૌથી વધુ ઘટનાઓ અમદાબાદ ત્યારબાદ સુરત 2689 બીજા ક્રમે, વડોદરા 2161 ત્રીજા, રાજકોટ 1612 ચોથા, કચ્છ 1433 પાંચમા અને ખેડા 1344 દુર્ઘટનાઓ સાથે છઠ્ઠા સ્થાને છે.