બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (13:29 IST)

દિલ્હી પછી હવે જયપુરમાં બેસમેંટમાં પાણી ભરવાથી 3 ના મોત, મૃતકોમાં એક 4 વર્ષની બાળકી પણ

jaipur rain
jaipur rain
દેશના જુદા-જુદા વિસ્તારમાં વરસાદને કારણે જળભરાવ વચ્ચે બેસમેંટ મોતનો પર્યાર બનતો જઈ રહ્યો છે. દેશની રાજઘાની દિલ્હીમાં આઈએએસની તિયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત પછી રાજસ્થાનની રાજઘાની જયપુરમાં ત્રણ લોકોના મોત થયા છે. જયપુરમાં જીવ ગુમાવનારાઓમાં ચાર વર્ષની બાળકી પણ સામેલ છે. મામલો વિશ્વકર્મા વિસ્તારનો છે.  અહી બેસમેંટ માં પાણી ભરાય જવાથી ત્રણ લોકોના મોત થયા છે. અહી બેસમેંટમાં પાણી ભરાવવાથી બે વયસ્ક સહિત ત્રણ લોકોના મોત થયા. રસ્ક્યુ ઓપરેશન શરૂ થવાના સાત કલાક પછી ત્રણ બોડી કાઢવામાં આવી. 
jaipur
jaipur
જયપુરમાં વરસાદને કારણે બેસમેંટમાં પાણી ભરાય ગયુ હતુ. પીડિત સમય રહેતા બેસમેંટમાંથી બહાર ન આવી શક્યા અને વરસાદના પાણીમાં ડૂબવાથી મોત થયુ. 



 
રાજસ્થાનમાં વરસાદ ચાલુ 
માનસૂનની સક્રિયતાને કારણે રાજસ્થાનમાં વરસાદનો દોર ચાલુ છે. જ્યા બુધવારે કરૌલીમાં સૌથી વધુ વરસાદ પડ્યો.  મોસમ કેન્દ્ર મુજબ બુધવારે સવારે સાડા આઠ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં પશ્ચિમી રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં હળવાથી મઘ્યમ વરસાદ અને પૂર્વી રાજસ્થાનમાં ક્યાક ભારે વરસાદ પડ્યો.  આ દરમિયાન કરૌલીમાં સૌથી વઘુ 80 મિલીમીટર વર્ષા થઈ.  પશ્ચિમી રાજસ્થાનના બાડમેરના ગડરા રોડમાં 32. 5 મિલીમીટર વરસાદ પડ્યો. 
 
શેખાવટીમાં ભરાયા પાણી 
ફતેહપુરમાં વરસાદને કારણે મુખ્ય બસ સ્ટેન્ડ, નાદિન લી પ્રિંસ હવેલી, મંડાવા રોડ અંડરપાસ પુલિયા સહિત નીચલા વિસ્તાર જળમગ્ન થઈ ગયા. પંચમુખી બાલાજી મંદિરની પાસે ઘરોમાં પાણી ભરાય  ગયા. બીજી બાજુ સારનાથ મંદિરમાં શિવ ભક્તો માટે લગાવેલા ડોમ પણ પાણીમાં પડી ગયા.