મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (14:55 IST)

સાળંગપુર બાદ હવે કુંડળમાંથી હટાવાઈ ફળાહાર અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ

the idol of Hanumanji offering fruit has been removed from the Kundal
the idol of Hanumanji offering fruit has been removed from the Kundal
સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે ગઈકાલે આ વિવાદો અંત લાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ભીંતચિત્રોને 36 કલાકમાં ત્યાંથી હટાવવામાં આવશે.

ગઈકાલે મોડી રાતે મંદિર પ્રાંગણની લાઈટ બંધ કરી અંધારામાં પોલીસની મદદથી ભીંતચિત્રને દૂર કરવામાં આવ્યા હતા.આ મામલે મીડિયાને દૂર રાખી ચિત્રોને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે. કુંડળ મંદિર પરિસરમાં નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિને લઈ વધતા વિવાદ વચ્ચે કુંડળ સ્વામિનારાયણ મંદિરના વહીવટી તંત્ર દ્વારા આ મૂર્તિને હટાવવામાં આવી છે. બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પાર્કિંગ પાસે બનાવાયેલા બગીચામાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ હતી.

જે મૂર્તિમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળ અર્પણ કરતા દર્શાવાયા હતા. આ મૂર્તિને લઈને સનાતની સાધુ-સંતો, હિન્દુ સંગઠનો અને હનુમાન ભક્તોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો હતો. ધર્મ ગુરુઓ અને હિન્દુ સંગઠનોએ આ મૂર્તિને હટાવવાની માંગ કરી હતી. તો કેટલાક સાધુએ તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ મુદ્દે સનાતની સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોનો બેઠકો દોર શરૂ થઈ ગયો હતો.