શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (12:45 IST)

રિક્ષાચાલકોને સાથે રાખી ટ્રાફિક પોલીસ પિકઅપ પોઈન્ટ નક્કી કરશે

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં આડેધડ વાહન પાર્કિંગ બાદ પોલીસ હવે ‌રિક્ષાચાલકોના આડેધડ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનું આજથી શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્ષા એસોસીએશનના અગ્રણીઓ સાથે ભેગાં મળી શહેરનાં દરેક વિસ્તારમાં રિક્ષા પિકઅપ પોઇન્ટની જગ્યા નક્કી કરશે. શહેરમાં અંદાજિત બે લાખ જેટલી રિક્ષા છે જોકે નોંધાયેલી રિક્ષાનો આંકડો માત્ર ૬૦,૦૦૦ દર્શાવાય છે.
રિક્ષાચાલકોનાં ગમે તે જગ્યાએ ઊભા રહી જવાના કારણે ખૂબ મોટી સમસ્યા થતો હોવાનો મુદ્દો પણ ગુજરાત હાઇકોર્ટમાં ઊઠ્યો હતો જેને લઇ હવે શહેરમાં ૧૦,૦૦૦ જેટલા રિક્ષા પિકઅપ પોઇન્ટ બનાવવામાં આવશે. ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પો. અને રિક્ષાચાલકોને સાથે રાખી અમે શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા માટે પિકઅપ પોઇન્ટ નક્કી કરીશું. ચાર રસ્તા પર પ૦ મીટરને છોડીને કઇ જગ્યાએ કેટલી રિક્ષાને ઊભી રાખવા માટે પરમિશન આપવી તે નક્કી કરવામાં આવશે.
અલગ અલગ જગ્યાએ ૧૦,૦૦૦ પિકઅપ પોઇન્ટ નક્કી કરવાની કામગીરી આજથી શરૂ કરાશે. રિક્ષા સ્ટેન્ડનાં સાઇનબોર્ડ અને રિક્ષા ઊભી રાખવાના માર્કિંગ પોઇન્ટ કોર્પોરેશન સાથે મળી નક્કી કરવામાં આવશે.  પિક પોઇન્ટ નક્કી કરાયા બાદ તે જગ્યાથી જ રિક્ષાચાલકો મુસાફરોને ઉતારી અને બેસાડી શકશે. જો અન્ય જગ્યાએ રિક્ષા ઊભી રાખશે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ ઓટો રિક્ષાચાલક ન્યાય સમિતિના પ્રમુખ રાજ સિરકેએ જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં ટ્રાફિક પોલીસને  અમે રિક્ષાઓના પિકઅપ પોઈન્ટ માટેનો પ્લાન આપ્યો હતો. ૧૦,૦૦૦ પિકઅપ પોઇન્ટથી કશું નહીં થાય અમે ટ્રાફિક પોલીસ પાસે વધુ પિકઅપ પોઇન્ટની માગણી કરીશું.