શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 એપ્રિલ 2020 (16:07 IST)

અમદાવાદમાં લોકડાઉનમાં કુલ 842 ગુના નોંધાયા,2000થી વધુની ધરપકડઃ પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા

અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદમાં લોકડાઉનમાં કુલ 842 ગુના નોંધાયા છે. 2000થી વધુની ધરપકડ કરી છે. લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવ્યો છે.

એપિડેમીક ડિસિસ એક્ટ મુજબ 60 ગુના અને 82 લોકોની ધરપકડ કરી છે. ડ્રોનની મદદથી કેસો થયા છે. 8 ડ્રોનથી 8 ગુના અને 39 લોકોની ધરપકડ કરી છે. સીસીટીવી મારફતે પણ કેસો કરવામાં આવી રહ્યા છે. 100 નંબર પર 264 જેટલા કોલ આવ્યા હતા. ભાટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, 6 જગ્યાએ ક્વોરન્ટીન, 3 આઇસોલેશન સેન્ટર પર 1 PSI અને 4 લોકોનો બંદોબસ્ત રખાયો છે. 2400 લોકો હાલમાં હોમ ક્વોરન્ટીનમાં છે. દરરોજ સી ટીમ સિનિયર સિટિઝનોની મુલાકાત લે છે. તેઓને દવા, માસ્ક, શાકભાજી કરિયાણું આપી રહી છે. 90 વર્ષના સિનિયર સિટિઝનએ કંટ્રોલરૂમમાં ફોન કરી દવા માંગી પોલીસે ત્યાં જઈ પહોંચાડી હતી. 80 ટકા પોલીસ બંદોબસ્તમાં છે. ચેકપોસ્ટ, શાકભાજી, ભીડભાડ થાય તેવી જગ્યા પર પોલીસ હોય છે. 750 અનાજ વિતરણના સેન્ટર છે જ્યાં TRB જવાન અને હોમ ગાર્ડ રાખવામાં આવ્યા છે.ભાટીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગોમતીપુરમાં જે ઘટના બની હતી. તેમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા ગઈ ત્યારે રકઝક થઈ હતી. જેમાં ગુના નોંધી ધરપકડ કરી છે. દિલ્હીની ઘટના બાબતે કે કોર્પોરેશનના અધિકારી ગયા હતા જેથી બનાવ બન્યો તેવું નથી.  તબ્લિક જમાત મામલે અમદાવાદમાં હજી કેટલા હતા તેની ઓળખ કરવાની તજવીજ ચાલુ છે. હવે કોઈ હોય તેવી શકયતા ઓછી છે. 32 લોકો જે ઓળખાયા છે તેઓ કવોરન્ટીનમાં છે. સોશિયલ મીડિયામાં જે લેટર વાઇરલ થયો છે તેના પર તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં ગુનો નોંધવામાં આવ્યો છે.