Ahmedabad Fire - દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં લાગી આગ, એક બાળકનું મોત
- દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી
- આગની ઘટનામાં 15 દિવસના બાળકનું મૃત્યુ થયું
- આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી અકબંધ
અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં એક બાળકનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી અકબંધ છે
વહેલી સવારે દાણીલીમડા વિસ્તારના ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગની ઘટનામાં 15 દિવસના બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે લોકો વધુ દાઝી ગયા છે. બીજા લોકો અને ધુમાડાની અસર થઈ છે. આગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સવારે 4 વાગ્યાને 45 મિનિટે આગ લાગ્યાની આશંકા છે. જોકે આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂ કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા