ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2023 (10:54 IST)

યુવકની હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો - મિત્રનાં તલવારથી 22 ટુકડા કર્યા

murder
અમદાવાદના બાપુનગર વિસ્તારના યુવકની હત્યાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેણે તેના મિત્રની હત્યા કરી અને લાશ સગેવગે કરી નાખી હતી. પરંતુ તેનો એક મોબાઈલ ફોન મળતો ન હતો. જેથી પોલીસે તેને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા અને આખરે તે ફોન મળી આવ્યો હતો. આરોપી પકડાયાના મહિનાઓ બાદ આ ફોનમાંથી  હત્યાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈ કઠણ કાળજાનો માણસ પર ડરી જાય તેવું વીડિયોમાં દેખાય છે. હત્યારો મિત્ર તેના મિત્રના તલવારથી એક બે નહીં પરંતુ પૂરા 22 ટુકડા કરે છે અને તેનો વીડિયો બનાવતો જાય છે. આરોપીએ બનાવેલા વીડિયોની અંદર તે મૃતકનો માથું પકડીને કહે છે કે, બીજી વખત જન્મ લેવાની હિંમત ના કરતો, નહીં તો સુલતાન હાજર જ છે. આ વીડિયો જોઈને ભલભલાં પોલીસ અધિકારીઓ પણ કાંપી ગયા હતા. આ સમગ્ર વીડિયો હાલ પુરાવા તરીકે કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો છે.
 
આ કોઈ રોમેન્ટિક ક્રાઇમ થ્રીલર ફિલ્મની સ્ટોરી નહીં પણ રિયલમાં બનેલી ઘટના છે. જેમાં ફ્રેન્ડશિપ, લવ અને મર્ડર એમ ત્રણેયનું ગજબનું કોમ્બિનેશન છે. શું છે આ કેસ?  અમદાવાદમાં બે મિત્રો હતા. બંને સાથે મળીને એકબીજાની અંગત વાતો જાણતા હતા અને નશો કરતા હતા. આ દરમિયાન એક મિત્રે બીજાની પત્ની પર નજર બગાડી અને તેની સાથે સંબંધ પણ રાખવા લાગ્યો. પૈસા અને પૌરુષત્વના જોર પર તેણે મિત્રની પત્ની પામી લીધી અને તેને બે કોડીનો કરી નાખ્યો હતો. પત્ની સામે નબળો, આર્થિક રીતે નબળો વ્યક્તિ તેની પત્નીને સમજાવીને તેના મિત્રની હત્યા કરી નાખી હતી. પરંતુ હત્યા બાદ શું બન્યું? તે માટે પતિ-પત્ની જ જાણતાં હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેણે તેના મિત્રની હત્યા કરી અને લાશ સગેવગે કરી નાખી હતી. પરંતુ તેનો એક મોબાઈલ ફોન મળતો ન હતો. જેથી પોલીસે તેને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા અને આખરે તે ફોન મળી આવ્યો હતો.