PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં આજે સાંજે PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. યુવતી હોસ્ટેલમાં રૂમમાં એકલી હતી ત્યારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં સેટેલાઇટ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી અગ્રાવતે જણાવ્યું હતું કે મૂળ બિહારના મુઝફ્ફરનગરની યુવતી દ્રષ્ટી રાજનાયક (ઉ.વ.25) નામની યુવતીએ આજે સાંજે 4 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાં અગમય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. યુવતી PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી હોસ્ટેલમાં જ રહી અને અભ્યાસ કરતી હતી. હાલમાં કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. યુવતીએ ક્યાં મામલે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.