ગુજરાતનું ગૌરવ - AIIMS પ્રવેશ પરીક્ષામાં સુરતની નિશિતાએ દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યુ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દ્વારા 28 મેના રોજ લેવાયેલી એમબીબીએસ એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2017નું ગુરૂવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરમાં આવેલી એઇમ્સની સાત કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવેલી એક્ઝામમાં સુરતની નિશિતા પુરોહિતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. દેશભરમાં પ્રથમ રહેનારી નિશિતા પુરોહિતે ચાલુ વર્ષે લેવાયેલી સીબીએસઈની ધોરણ-12ની પરીક્ષામાં પણ 91.4 ટકા મેળવ્યા હતા.
રાષ્ટ્રીય સ્તરની બાસ્કેટ બોલ ખેલાડી નિશિતાએ આ વર્ષે 12માંની બોર્ડમાં 91.4% મેળવ્યાં હતાં. નિશિતાનું કહેવું છે કે તે પોતાની જીતથી ખુશ છે. એને વિશ્વાસ હતો કે તે એમ્સમાં પોતાનું સ્થાન બનાવી લેશે પરંતુ પહેલા રેન્ક પર આવી ને મને ઘણી ખુશી થઈ છે. તેમણે તે પણ જણાવ્યું કે દિવસના 6 કલાક સેલ્ફ સ્ટડી કરતી હતી. આ દરમિયાન મેં સોશિયલ સાઈટનો ઉપયોગ નથી કર્યો.
નિશિતાના પિતા નિર્મલ પુરોહિત આઈઆઈટીના સ્ટુડન્ટ રહી ચુક્યા છે. અને તે ઓડિશાની એક કંપનીમાં પ્રેસિડન્ટ છે. જ્યારે નિશિતાની માતા ફાર્મસીમાં ગ્રેજ્યુએટ અને હાલ હાઉસ વાઈફ છે. નિશિતાનો ભાઈ અંશુલ તેની પ્રેરણા છે તે હાલ મુંબઈ આઈઆઈટીનો સ્ટુડન્ટ હતો. અને હાલ અમેરિકામાં કામ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એઈમ્સમાં એડમિશન માટે ગત 28 મેના રોજ દેશના અલગ અલગ સ્થળોએથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 2.8 લાખથી વધુ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી. એઈમ્સના પરીક્ષા નિયામક ડો. અશોક કુમાર જરયાલે જણાવ્યું હતું કે, આ વખતે લેવાયેલી પરીક્ષામાંથી 4,905 સ્ટુડન્ટ ક્વોલિફાઈડ થયા છે. જેમાં ઐતિહાસિક રીતે પ્રથમ વાર ન્યૂ દિલ્હી એઈમ્સમાં 100 સ્ટુન્ડને લેવામાં આવશે.