ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 મે 2019 (12:10 IST)

જુનાગઢના ખુંખાર ગેન્ગસ્ટર જુસબને ATSની ચાર મહિલા PSIએ દબોચ્યો

ગુજરાત એટીએસની મહિલા પોલીસ અધિકારીઓએ ખૂંખાર ગેગસ્ટરને પકડીને પડકારજનક કામગીરી કરી છે. રાજ્યભરમાં હત્યા, લૂંટ અને પોલીસ પર ગોળીબાર જેવા ગંભીર પ્રકારના ૨૫ ગુના આચરીને પોલીસને થાપ આપી નાસતા ફરતા જુનાગઢના ગેંગસ્ટર જુસબ અલ્લારખા સાંધને એટીએસની ચાર મહિલા પીએસઆઇએ બોટાદના જંગલમાંથી દબોચી લીધો હતો. મહત્વની વાત તો એ છે પોલીસ પર હુમલો કરવાની ટેવ વાળા શખ્સને પકડવા માટે મહિલા પોલીસ અધિકારીઓ મધરાતે આંતરિયાળ જંગલ વિસ્તારમાં ચાલતા પહોચ્યા હતા અને સૂતેલી અવસ્થામાં ઘાતક હથિયાર સાથે ઝડપી પાડયો હતો. ગુજરાતમાં જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય તેમજ અમદાવાદ શહેર સહિત જુદા જુદા શહેરોમાં પાંચ ખૂન, ધાડ, લૂંટ, પોલીસ પર ગોળીબાર સહિત કુલ ૨૫થી વધુ ગંભીર પ્રકારના ગુના આચર્યા હતા અને પેરોલ જંપ કરી નાસતા ફરતા જુનાગઢના રવની ગામના ખુંખાર જુસબ અલ્લારખા સાંધે જુનાગઢમાં મહંતની ઘાતકી હત્યા કરી હતી તેમજ પોલીસને ગોળીમારી હતી જેમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. આમ ગંભીરના પ્રકારની ગુનામાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારબાદ તે પેરોલ પર બહાર આવ્યો હતો અન એક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. પેરોલ જંપ દરમિયાન મુશા નામના શખ્સની હત્યા થઇ હતી, જેની અદાવત રાખીને તા. ૪ જુલાઇ ૨૦૧૮ના રોજ જીવણભાઇ છગનભાઇ સાંગણીને ગોળીમારીને હત્યા કરી હતી આ અંગે રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોધાયો હતો. જુસબ નામચીન ગુનેગાર હોવાથી લોકોને ધાક ધમકી આપીને જમીનો ખાલી કરાવી તેમજ ખંડણી ઉઘરાવવી જેવી પ્રવૃત્તિઓ આચરતો હતો. આ કેસની તપાસ સીઆઈડીક્રાઇમ કરી રહી હતી, પરંતુ તેને ઝડપવામાં સીઆઇડીના હાથ ટુકા પડયા હતા. જેને લઇને અંતે સરકારે તેને ઝડપી પાડવાની કામગીરી એટીએસની સુપરત કરી હતી. ખુંખાર ગેંગસ્ટર જુસબને ઝડપી પાડવા માટે એટીએસના ચાર મહિલા પીએસઆઇમાં સંતાકબહેન ઓડેદરા, અરૃણાબહેન ગામેતી, નિતમિકા ગોહિલ અને શકુંતલા માલ તેમજ જિગ્નેશ અગ્રાવતની આગેવાની હેઠળ કામગીરી હાથ ધરી હતી, જો કે આરોપી એટલો ચકોર હતો કે પોતે મોબાઇલનો ઉપયોગ કરતો ન હતો એટલું જ નહી તે બાઇક અને ઘોડા પર જંગલ વિસ્તારમાં છૂપાતો હતો. મહિલા પોલીસ અધિકારીઓએ ચોક્કસ બાતમી આધારે એક મહિનાથી બોટાદના જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેના આધારે ગઇકાલે મધરાતે મહિલા પોલીસ અધિકારીની ટીમ જંગલના આંતરિયાળ વિસ્તારમાં પગપાળા પહોચી હતી અને બોટાદના દેવધરી ગામની સીમમાં કોર્ડન કરીને ઝાડ નીચે સુતેલી હાલતમાં તેને દેશી તમંચા સાથે દબોચી લીધો હતો.