સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (13:52 IST)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે સાંજે ગુજરાત આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  આવતી કાલે સાંજે ગુજરાત આવશે. તેઓ આવતી કાલે 8 મી એ કલોલના પાનસર ગામના વિકાસકામોમા રણ હાજર રહેશે. તેમજ નવરાત્રિના પ્રથમ દિવસ હોવાથી તેઓ માણસા કુળદેવીના દર્શન કરવા જશે. ઉલ્લેખનિય છે કે, તેઓ દર  વર્ષે નવરાત્રિમાં માણસા કુળદેવીના દર્શન કરવા માટે જાય છે. 
 
 ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજરનો પ્રચંડ વિજય થતાં આ ઐતિહાસિક જીત બદલ પ્રધાનમંત્રી મોદી, કેંદ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ તથા ભાજપ
અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ભાજપના કાર્યકર્તાઓને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર
મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી મેળવી હતી