સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 એપ્રિલ 2021 (19:05 IST)

ચીન બોર્ડર પાસે પણ મળશે Amul ની પ્રોડક્ટ, કંપની શરૂ કર્યો આઉટલેટ

અમૂલની મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરતાં ભારત-ચીન બોર્ડર પાસે આઉટલેટ ખોલ્યો છે. કંપનીના એમડી આર સોડીએ તેની જાણાકરી આપી હતી. આર એસ સોડીએ કહ્યું કે અમારા દ્વારા લેહ (કેન્દ્રશાસિત પ્રદેશ) કે જે ભારતની સૌથી ઊંચાઈ પરની જગ્યા છે ત્યાં ૭૦મી વેચાણ શાખા શરૂ કરવામાં આવેલ છે.
 
આ બ્રાન્ચ થકી, અમૂલને શિયાળમાં માર્ગ બંધ થવાની પરિસ્થિતિમાં પણ ચીનની સરહદ સુધીના દૂરસ્થ વિસ્તારોની દૂધ અને દૂધની માંગને પહોંચી વળવા માટે વધુ સક્ષમ કરેલ છે. ગ્રાહકોની દૂધ અને દૂધની બનાવટોની માંગ સંતોષવા માટે, આ બ્રાન્ચ ખાતે વાતાવરણના તાપમાનવાળા (એમબીયન્ટ), ઠંડા કરેલાં (૦ થી ૪ °c) અને થીજાવેલા (- ૨૦ °c) બનાવટોની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
 
અમૂલ 6 મિલિયન લીટર દૂધ રોજ 10,755 ગામમાંથી એકત્રિત કરે છે અને ગામ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે. લોકો સુધે એક સારા ઉત્પાદન પહોંચાડવા માટે અમૂલ દ્રારા તેમાં એક 3 ટીયર મોડલનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં પહેલાં ગામમાં એક સંસ્થામાંથી દૂધ લેવામાં આવતું હતું. પછી આ દૂધ જિલ્લાના સહયોગી દુધ ભંડાર પાસે જાય છે. 
 
તે દૂધને પર્યાપ્ત તાપમાનમાં રાખવામાં આવતું હતું અને તેને રાખવા માટે તેમાં રાસાણિક પદાર્થ નાખવામાં આવે છે અને પછી ત્રીજા તબક્કામાં તે દૂધ ફેડરેશન સુધી પહોંચાડવામાં આવતું હતું. આ મોડલમાંથી દલાલ અને વચોટિયા દૂર કરવામાં આવ્યા હતા અને અહીં ગામના લોકોને ફાયદાનો સ્ત્રોત બન્યો છે.