ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (15:11 IST)

1987 બેચના IASઅધિકારી રાજકુમારની ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિમણૂંક

Appointment of 1987 batch IAS officer Rajkumar as Chief Secretary of Gujarat
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી 31મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા મુખ્ય સચિવ કોણ હશે તે ચર્ચાઓનો હવે અંત આવ્યો છે. આખરે ગુજરાતના મુખ્ય સચિવની નિયુક્તિ કરી દેવામાં આવી છે. 1987 બેચના આઈએએસ અધિકારી રાજકુમારની રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજકુમાર હાલ ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ તરીકેની ફરજ પર છે.

31 જાન્યુઆરીએ તેઓ મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે. રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે. તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાયે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.અગાઉ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે ત્રણ નામો ચર્ચામાં હતાં. જેમાં ખેતી પશુપાલન વિભાગના અધિક સચિવ મુકેશ પરી, ગૃહ વિભાગના અધિક સચિવ રાજકુમાર અને કેન્દ્ર સરકારમાં હાલ ડેપ્યુટેશન પર રહેલા એસ. અપર્ણાનું નામ ગુજરાતના મુખ્ય સચિવને રેસમાં હતું. રાજકુમાર 1987 બેચના તો એસ.અપર્ણા અને મુકેશ પુરી 1988 બેચના IAS અધિકારી છે. '