સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (16:13 IST)

ભાજપ-કોંગ્રેસમાં ભરતી AAPમાં ઓટઃ અર્જુન રાઠવાએ શક્તિસિંહના હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો

Arjun Rathwa wore the mantle of Congress at the hands of Shaktisinh
Arjun Rathwa wore the mantle of Congress at the hands of Shaktisinh
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની પક્ષપલટો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે.આમ આદમી પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ અને આદિવાસી નેતા અર્જુન રાઠવાએ પોતાના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું હતું. તેઓ આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં.

અર્જુન રાઠવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે 2014માં છોટા ઉદેપુર લોકસભાની ચૂંટણી લડી છે.આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં જન્મેલા અર્જુન રાઠવાએ યુ.કેથી એમ.એ નો અભ્યાસ કર્યો છે. તેમણે એમ.ફીલની ડીગ્રી મેળવી છે. તેઓ છેલ્લા 17 વર્ષથી આદિવાસીઓના પ્રશ્ને કાર્યરત છે. જ્યાં પાવી જેતપુર આર્ટસ કોલેજમાં તેવો લાંબા સમયથી અંગ્રેજીના પ્રોફેસર છે. આજે તેમણે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરી લેતા અનેક સળવળાટો શરુ થયાં હતાં. બીજી તરફ ડેસરમાં કોંગ્રેસના સાતમાંથી પાંચ સભ્યોએ અચાનક ભાજપનો કેસરિયો ધારણ કરતાં રાજકારણ ગરમાયું હતું. ભાજપમાં પણ મહેસાણા દિગ્ગજ કાર્યકર પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીએ અચાનક રાજીનામું આપી દેતાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. હવે જોવાનું એ છે કે આગામી સમયમાં કેટલા નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે