શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 3 નવેમ્બર 2016 (12:28 IST)

બૈજુ બાવરાના સંગીતથી પ્રભાવિત થયેલા શહેનશાહ હુમાયુએ મધ્યપ્રદેશના માંડુની કતલ અટકાવી

ગુજરાતની સંગીત કલાને  જેમણે ચાર ચાંદ લગાવ્યા છે તેવા મહાન સંગીતકાર બૈજુ બાવરાનું આધારભૂત કહી શકાય તેવું જીવન ચરિત્ર પ્રાપ્ત થતુ નથી.પરંતુ ગુજરાતના  ઇતિહાસ કારોએ છાનભીન કરીને બૈજુ બાવરાના જીવન ઉપર પ્રકાશ પાડવાની કોશિષ કરી છે.કેટલાક માને છેકે બૈજુ નું મુળ નામ વ્રજલાલ હતું.ત્યારે કેટલાક એમ કહે છેકે તેનું નામ બૈજુ કે વૈજુ હતું.પંરતું ગુજરાતના ખ્યાતનામ ઇતિહાસકાર સર્વશ્રી રત્નમણીરાવ જોટે તથા ડો.આર.કે ધારૈયા જેવા ઇતિહાસ કારોના મંતવ્ય મુજબ તેનું નામ મંઝું હતું.તેઓ નું વતન પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર હતું. બૈજુ બાવરાનો સમય બાદશાહ હુમાયુ અને અકબર સાથે સંકળાયેલો જોવા મળે છે ઇતિહાસના આધારોનો અભ્યાસ કરતાં મળતી વિગતો પ્રમાણે ગુજરાતનો સુલતાન બહાદુરશાહ મંદસોરના પરાજ્ય પછી માંડું  (મધ્યપ્રદેશ) ગયો તેને શોધતો શોધતો હુમાયુ તેની પાછળ માંડુ આવી પહોંચ્યો.રૂમીખાને માંડુના કિલ્લેદાર ભુપત રાયને(રાજા શિલહદીનો પુત્ર) એક પત્ર લખીને જણાવ્યું કે જો સુલતાન બહાદુરશાહને લીધે તારા કુંટુંબમાં વિનાશ થયો હતો.તેથી તારે મોગલોનું લશ્કર આવે ત્યારે કિલ્લાનાલ બારણામાં ઉધાડી નાંખવા જ્યારે મોગલોનું લશ્કર માંડું આવી પહોંચ્યુ ત્યારે ભુપતરાવે બારણા ઉધાડી દીધા.પરિણામે હુમાયુને બહુજ સરળતાથી કિલ્લો મળી ગયો પંરતું કિલ્લાની લડાઇનો લાભ લઇને સુલતાન બહાદુરશાહ પાછો ગુજરાત તરફ નાસી ગયો.આ જાણીને હુમાયું ખુબજ ક્રોધીત થયો હતો તેણે તૈમુરલંગની કતલને પણ ભુલાવી દે એવી ક્રુર કતલ કરવા હુકમ કર્યો. માંડુના લોકો ફફડી ગયા આ બાબતની જાણ સંગીતકાર બૈજુ બાવરાને થઇ તેથી નિર્દોષ માણસની કતલ અટકાવવા બૈજુ હુમાયુ પાસે પહોંચ્યો અને વિનંતી કરી ગુજરાતના બૈજુ બાવરાની સંગીતકલાથી સમ્રાટ હુમાયું પ્રભાવિત થયેલા હતા તેમણે માંડુના લોકોની કતલ નહી કરવા આદેશ કર્યો.ધન્યવાદ છે મહાન સંગીતકાર બૈજુ બાવરાને કે જેમણે મધ્યપ્રદેશના માંડુના પ્રજાજનોના જાન બક્ષ્યા હતા. બૈજુ બાવરાની સંગીત કલાની નોંધ ગુજરાતના ઇતિહાસકારોએ લઇને તેની કલાની કદર કરી છે.