શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2019 (10:34 IST)

બેંક ઑફ બરોડા લેશે સ્ટાફના શિશુઓની સંભાળ

ખાનગી કંપનીઓમાં  સ્ટાફને જાળવી રાખવા માટે જે સુવિધા આપવામાં આવે છે તેબું બેંકઑફ બરોડાએ પણ કર્યું છે. બેંક ઑફ બરોડા દેશની પહેલી પીએસયુની બેંક બની છે જેણે સ્ટાફના શિશુની સંભાળ માટે ડે-કેર સેંટર શરૂ કર્યું છે. બેંકની બાંદ્રા કિર્લા કૉલ્પલેક્સ ઑફિસમાં 1500 કર્મચારીઓ માટે આ સુવિધા શરૂ કર્યા પછી તે હવે વડોદરાની હેડ ઑફિસમાં શરૂ કરવા વિચારી રહી છે. 
 
એક્ઝ્યુટીવ ડિરેક્ટર પાપીયા સેનગુપ્તાએ કહ્યું કે કર્મચારીઓની છ મહિનાથી છ વર્ષ સુધીના શિશુની સંભાળની ચિંતા ઓછી થાય તે માટે આ પગલું હ્હે. બેંક આ કેર સેંટર 60 ટક ખર્ચ બેંક ઉઠાવશે બાકીનો 40 ટકા ખર્ચ ... કર્મચારી ભોગ વશે. સેનગુપ્તાએ કહ્યું કે મોટા શહેરમાં આ સુવિધા શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. આ સુવિધા માટે બેંક પ્રોફેશનલ એજંસી ક્લે પ્રેપ સ્કૂલ્સ એંડ ડે કેર સાથે ટાઈ અપ કર્યું છે.