શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (08:50 IST)

Gujarat Oath Today- ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વાર મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર મુખ્ય મંત્રીપદના શપથ લેશે.
 
આ શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં હાજરી આપવા માટે ગઈ કાલે જ ગુજરાતમાં આવી ગયા છે.
 
ભૂપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે અને આ માટે કેટલાક ધારાસભ્યોને ફોન દ્વારા જાણ કરાઈ હોવાનું પણ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.
 
ગાંધીનગરમાં બપોરે બે વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ શપથવિધિ સમારોહ યોજાશે.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જીતના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે અને 182માંથી 156 સીટ મેળવી છે.
 
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ સતત સાતમી જીત છે. કૉંગ્રેસને 17 અને આપને પાંચ બેઠકો મળી છે.
 
ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સહિત શુક્રવારે રાજ્યપાલને રાજીનામું સોપ્યું હતું જેથી નવી સરકારની રચના માટે રસ્તો સાફ થઈ શકે.