ભાજપે રાજ્યસભાના 2 ઉમેદવારોના નામની કરી જાહેરાત, નવા ચહેરાઓને મળ્યો ચાન્સ
ગુજરાતમાં આગામી 1 માર્ચના રોજ ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જોવાની છે. અહેમદ પટેલ અને અભય ભારદ્રાજના નિધન બાદ આ બે બેઠકો ખાલી પડી હતી. આ બે બેઠકોને લઇને ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે ભાજપે નવા મૂરતિયાને મેદાનમાં ઉતારતાં દિનેશભાઈ પ્રજાપતિ અને રામાભાઈ મોકરિયાના નામની ભાજપે જાહેરાત કરી છે.
પક્ષે બંને નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. રામ મોકરિયા બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રાજકોટ ભાજપના જુના કાર્યકર છે. તો દિનેશ પ્રજાપતિ બનાસકાંઠાના આગેવાન છે. તેઓ પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભૂતકાળમાં બોર્ડ નિગમના ડાયરેકટર રહી ચુક્યા છે. તો રામભાઈ મોકરિયા એબીવીપીના કાર્યકર રહી ચૂક્યા છે.
ગુજરાતમાં 1 માર્ચમાં યોજવા જઈ રહેલ રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીને લઇને ભાજપે 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દિનેશભાઈ પ્રજાપતિ અને રામાભાઈ મોકરિયાના નામની ભાજપે જાહેરાત કરી છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 18 ફેબ્રુઆરી રહેશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું 25 નવેમ્બરના રોજ નિધન થયું હતું. ત્યારે બાદ આ બેઠક ખાલી પડી છે. અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા.
જો કે તેમના ફેફસા પર ગંભીર અસર થતા તેમની સ્થિતી ખુબ જ નાજુક હતી. અને 1 ડીસેમ્બરના રોજ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારથી ગુજરાતની આ બન્ને બેઠકો ખાલી પડી છે. જેની ચૂંટણી અગામી 1 માર્ચના રોજ યોજવામાં આવશે.