Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનમાં સુધારેલા કાયદા પ્રમાણે વળતર ચૂકવાશે

મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (12:20 IST)
અમદાવાદ-મુંબઈ વચ્ચે આકાર લઈ રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન પ્રક્રિયાને પડકારતી રિટ સંદર્ભે રાજ્ય સરકારે આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કર્યો હતો કે જમીન સંપાદન સંબંધિત વિવિધ કાયદાઓની જોગવાઈમાં આવેલા નવા સુધારાઓ અને સંશોધન પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. અરજદારે રિટમાં આક્ષેપ કર્યો હતો કે જમીન સંપાદન કાયદાના જૂના નિયમો પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. આ કેસની વધુ સુનાવણી ૨૪ ઓગસ્ટ પર મુલતવી રાખવામાં આવી છે. અરજદારે રિટમાં એવી રજૂઆત કરી હતી કે બુલેટ ટ્રેનના કારણે જે લોકોની જમીન સંપાદિત થઈ રહી છે તેમને થનારી અસરો અને અન્ય સામાજિક અસરોનું મૂલ્યાંકન થયા બાદ પ્રોજેક્ટ શરૂ કરવો જોઈએ. જેની સામે સરકારે રજૂઆત કરી છે કે પ્રોજેક્ટની સમાજિક અસરોનું મૂલ્યાંકન કરીને જમીન સંપાદનની વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ ખેડૂતોના પુનઃસ્થાપન માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂપિયા ૩૮૦ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો હોવાની રજૂઆત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.

વધુ જુઓ..

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

જો તમે 30 દિવસ સુધી એક ચમચી પલાળેલા મેથીના દાણા ખાવાથી શું થાય ? જાણો હેલ્થ પર કેવો થશે જાદુ

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

ગુજરાતી જોક્સ - કોના માટે ચશ્મા

મલ્હાર ઠાકરની નવી ફિલ્મ 'ધરપકડ'નું ટીઝર રિલીઝ: ડિજિટલ અરેસ્ટના સ્કેમ પર બનેલી ભારતની પ્રથમ ગુજરાતી ફિલ્મ.

Khodiyar Maa Temples -- ખોડીયાર મા ના સુપ્રસિદ્ધ મંદિરો

મે મારી મરજીથી લગ્ન કર્યા છે... ધર્મ નથી બદલ્યો, લવ મેરેજ પર ગુજરાતની સિંગર કાજલ મહેરિયાનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments