બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , ગુરુવાર, 11 જુલાઈ 2019 (15:03 IST)

અમિત જેઠવા હત્યા કેસ: તમામ 7 આરોપીઓને આજીવન કેદ

અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી તથા તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ દોષિત જાહેર કર્યા છે. શાર્પ શૂટર શૈલેષ પંડ્યાને પાટણ જેલમાંથી કોર્ટમાં રજૂ કરાયા હતા. આજે સીબીઆઇ કોર્ટે તમામ આરોપીઓ કલમ 302 મુજબ આજીવન કેદની સજા અને કલમ 201 મુજબ 3 વર્ષની સજા તથા કોર્ટે કુલ 60 .50લાખ દંડ ફટકાર્યો છે. દંડની કુલ રકમમાંથી 11 લાખ અમિત જેઠવાના બાળકો અને 5 લાખ અમિત જેઠવાની પત્નીને આપવા આદેશ કર્યો હતો. 
 
કોર્ટે 6 જૂલાઇએ સંભળાવેલા ચુકાદામાં  શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને દિનુબોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.
અમિત જેઠવા કેસની સુનાવણીમાં પહેલા 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતાં. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 સામે ચાર્જશીટ કરવામાં આવી હતી.
 
આ કેસમાં કોર્ટે તમામ દોષિતોને 50 લાખનો દંડ તમામ વચ્ચે કર્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં દિનુ સોલંકી અને શિવા સોલંકીને 15 લાખ રૂપિયાનો દંડ અને જેઠવાના પરિવારને 11 લાખ રૂપિયાની સહાય જાહેર કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે.
 
20 જુલાઇ 2010ના રોજ અમિત જેઠવાની હત્યા કરી દેવામાં આવી હતી. અમિત ગીર વન ક્ષેત્રમાં ચાલતી ગેરકાયદેસર માઇનિંગ વિરુદ્ધ RTI કરી રહ્યા હતા, તે દરમિયાન તેમની હત્યા થઇ હતી. હત્યા બાદ ગુજરાત પોલીસે તપાસમાં કહ્યું હતું કે, દીનુ સોલંકીની હત્યામાં કોઇ ભૂમિકા નથી.
 
પરંતુ RTI કાર્યકર્તા અમિત જેઠવાના પિતાની પિટિશન પર હાઇકોર્ટે આ કેસ CBIને તપાસ માટે આપ્યો હતો. આ સિવાય સોલંકીના જામીન પર પણ અમિત જેઠવાના પરિવારજનોએ પિટિશન દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2014મા સોલંકીને જામીન આપી દીધા હતા.
 
 -શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.
-   દિનુ સોંલકીની ધરપકડ સુધીનો ઘટનાક્રમ
-તા 20મી ઓગષ્ટ 2011ના રોજ અમીત જેઠવાની હાઈકોર્ટ સામે હત્યા થઈ
-17 ઓગષ્ટ 2010ના રોજ સોલા પોલીસ સ્ટેશન પાસેથી તપાસ લઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
- 16 ઓકટોબર 2010ના રોજ ભીખાભાઈ જેઠવાએ આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવી તેવી અરજી હાઈકોર્ટ સામે કરી
-12 નવેમ્બર2010ના રોજ હાઈકોર્ટે મોહન ઝાના વડપણ હેઠળ એક ખાસ તપાસ પંચ રચવાનો આદેશ આપ્યો
- પરંતુ ખાસ તપાસ દળના કામથી સંતોષ નહીં છતાં હાઈકોર્ટે 25 ઓકટોબર 2012ના રોજ આ કેસ સીબીઆઈને સુપ્રત કર્યો
- તા 5મી નવેમ્બર2013ના રોજ દિનુ સોંલકી સીબીઆઈ સામે હાજર રહ્યા અને તા 7મીના રોજ તેમની ધરપક઼ડ થઈ
-સીબીઆઈએ ચાર દિવસના રીમાન્ડ લીધા અને રીમાન્ડ પુરા થતાં તા 11મી નવેમ્બરના રોજ કાચા કામના કેદી નંબર 8714 પ્રમાણે તેઓ સાબરમતી જેલમાં આવ્યા
- 195 સાક્ષીમાંથી 105 સાક્ષીઓ ફરી જતા સુપ્રીમ કોર્ટે રી ટ્રાયલનો હુકમ કર્યો હતો
-શૈલેષ પંડ્યા :- આર્મ્સ એક્ટમાં આજીવન સજા 10 લાખનો દંડ 
- ઉદાજી ઠાકોર:-. 25,000નો દંડ 
- શિવા પચાણ :- 08 લાખનો દંડ 302, 120-B માં સજા 
- શિવા સોલંકી :- 15 લાખ 
- બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) :- 302, 120-B અને 10 લાખનો દંડ 
- સંજય ચૌહાણ :- 01 લાખનો દંડ 
- દિનુ બોઘા સોલંકી :-15 લાખ દંડ