સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 20 જૂન 2019 (12:37 IST)

પૂર્વ IPS સંજીવ ભટ્ટને જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા

પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1990ના જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટાકરવામાં આવી છે. જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ ડી એમ વ્યાસે હત્યાના ગુનામાં સંજીવ ભટ્ટ તેમજ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આરોપી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે.

ઉલ્લેખનીય છે કે 1990મા થયેલા રમખાણો દરમિયાન 100થી વધુ લોકોની ધરપકડ કરવાનો આદેશ હતો. ધરપકડથી મુક્ત કર્યા પછી તેમાથી એક પ્રભુદાસ વૈષ્ણાનીનુ હોસ્પિટલમાં મોત થયુ હતુ. તેમની ધરપકડ દરમિયાન મારપીટ થઈ હતી. 
 
મૃતકના ભાઈ અમૃત વૈષ્ણાનીએ આ મામલે શ્રી ભટ્ટ સહિત આઠ પોલીસ કર્મચારીઓને આરોપી બનાવતા મામલો નોંધ્યો છે.  કોર્ટે ભટ્ટના દોષી ઠેરવતા આજે આજીવન કેદની સજા સંભળાવી. ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંતી નરેન્દ્ર મોદી પર ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન ઉશ્કેરણી કરનારા અસામાજીક તત્વો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવનારા ભટ્ટને લાંબા સમય સ્ધી ડ્યુટી પર ગેરહાજર રહેવાને કારણે 2011માં નોકરીમાંથી બહાર કરવામાં આવ્યા હતા અને ઓગસ્ટ 2015ના રોજ તેમને બરખાસ્ત કરવામાં આવ્યા હતા.