ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (09:15 IST)

નાઇટ કર્ફ્યૂમાં પોલીસની હાજરીમાં ઉજવ્યો જન્મદિવસ, તલવાર વડે કાપી કેપ

અમદાવાદ શહેરમાં હજુ પણ રાત્રિ કર્ફ્યૂં યથાવત છે. એટલા માટે કોઇને પણ રાત્રે બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. તેમછતાં કેટલાક લોકો પોતાની બહાદુરીને ખોટી રીતે બતાવવા માટે બહાર જાય અછે, તો એક મોટી સજા ચૂકવવાનો વારો આવે છે. આ પ્રકારનો એક કિસ્સો અમદાવાદ શહેરમાં આવ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારમાં યુવકે રાત્રિ કર્ફ્યૂં દર્મિયાન તલવાર વડે કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. એક વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 
 
વીડિયો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસે સમગ્ર ઘટનાને દબાવવા સીમા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો. પોલીસે આખરે વિશાલ ઉર્ફે મોટું પંડ્યા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 
પોલીસે વિશાલ (નારાયણ બંગલો), વિપુલ (સ્તયમનગર, અમરાઇવાડી), આશીષ (135 કેવડજાવાલી સોસાયટી, સુરેલિયા રોડ રામોલ), બૃજેશ (નંદન ફ્લેટ, આરએફ કેમ્પની સામે) અને રાજન (રબારી કોલોની)ની ધરપકડ કરી છે. તેની પાસેથી એક તલવાર પણ જપ્ત કરી છે. 
 
રામોલ પોલીસ સ્ટેશનના પીઐ કે એસ દવેએ કહ્યું હતું કે ''વસ્ત્રા એટલે ઓઢવ પોલીસ સ્ટેશનની સીમા લાગે છે. ઓઢવ પોલીસ આ અંગે કેસ દાખલ કરશે. જ્યારે ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ આર જી જાડેજાએ કહ્યું કે 'અમે તપાસ કરી રહ્યા છીએ.' વાયરલ વીડિયોમાં વિશાલ પંડ્યા નામના એક વ્યક્તિનો ખુલાસો થયો હતો. 
 
રામોલ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી પણ વિશાલના જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા. પછી પ્રશ્ન એ છે કે શું તેમને આ હદનો કોઇ અંદાજો નથી? પરંતુ આખરે રામોલ પોલેસ સ્ટેશનના પીઆઇ વિશાલ વિરૂદ્ધ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. વિશાલ નારાયણ બંગલાના કોમન પ્લોટમાં મોડી રાતે એક મંચ બનાવી તેના પર તલવાર વડે કેક કાપી હતી. સમારોહમાં 10થી વધુ લોકો એકઠા થયા હતા. આ દરમિયાન માસ્ક પણ પહેરેલું જોવા મળ્યું ન હતું. જ્યારે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇએ કહ્યું કે બંને કોંસ્ટેબલ કેક કાપી તે પહેલાં બહાર આવી ગયા હતા