1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 28 જૂન 2022 (11:13 IST)

અષાઢીબીજથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર, જાણો વિગતો

ambaji
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ હવે પછી અંબાજી મંદિર માં ત્રણ ( 3 ) વખત થતી આરતી અષાઢીબીજથી બે (2) વખત જ કરવામાં આવશે.

અંબાજી મંદિરમાં બપોરના સમયે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન-આરતીના સમયમાં પણ ફેરફાર થશે. જે અનુસાર સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસની સવારનાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ ભક્તોને મળશે. ત્યાં જ અષાઢીબીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.
 
આરતી સવારે - 7.30 થી 8.00
દર્શન સવારે - 8.00 થી 11.30
બપોરે આરતી બંધ કરવા માં આવી છે
બપોરે દર્શન - 12.30 થી 16.30
સાંજે આરતી -19.00 થી 19.30
દર્શન સાંજે - 19.30 થી રાત્રીના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે