મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 જાન્યુઆરી 2022 (14:44 IST)

Video - સિટી બસે રસ્તે જતા રાહદારીને ટક્કર મારતા રોષે ભરાયેલા ટોળાએ બસ સળગાવી, 6ની ધરપકડ

સુરતના સરથાણામાં સિટી બસે રાહદારીને ટક્કર મારતા રોષે ભરાયેલા ટોળાએ બસ સળગાવી દીધી.આ ઘટના શુક્રવાર મોડી રાતની છે.  શુક્રવારની મોડી રાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર 6 જેટલાની ઓળખ કરી લીધી છે અને 3ની અટકાયત પણ કરી છે. 
 
સુરતમાં સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારનાર સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ફાયરના જવાનોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ ટોળાને વેરવિખેર કરી દીધા હતા. જોકે આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર-કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
સરથાણાના  પીઆઇ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી. સિટી બસે ટક્કર મારતા યુવક બેભાન થઇ ગયો હતો.  જો કે તાત્કાલિક 108ની મદદથી યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી હતી. ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક પહોંચી જતા પોલીસે બસને આગ ચાંપનાર 6 જણાની ઓળખ કરી જેમાંથી 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.