શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 માર્ચ 2018 (10:40 IST)

ટ્રાફિક હળવો કરવા ૩૦ મોટા શહેરોમાં ૨,૮૬૪ સિટી બસો દોડાવાશેઃ નિતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૮ મહાનગરો અને અ વર્ગની પાલિકા ધરાવતા ૨૨ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે ઉદ્દેશ્યથી ૨,૮૬૪ સિટી બસ શરૂ કરવાની જાહેરાત કરી છે. શહેરી વિકાસ વિભાગના બજેટ માટે રૂ.૧૨,૫૦૦ કરોડના જંગી માંગણીઓ રજુ કરતા નીતિન પટેલે સિટી બસ સર્વિસ શરૂ કરવા પાલિકાઓને સરકાર રૂ.૨૯૦ કરોડ આપવાની જાહેરાત કરી હતી. પીરાણા ડમ્પીંગ સાઈડના બાયો માઈનીંગ માટે રૂ.૧૦૦ કરોડ અને ૧૨૦ શહેરોમાં સુએઝ ટ્રિટમેન્ટ માટે રૂ.૧૨૬૪ કરોડના આયોજનો રજૂ કરતા તેમણે ૭ શહેરોમાં ભૂર્ગભ ગટરનું નવુ નેટવર્ક તૈયાર કરવા અને ૩૭ શહેરોમાં આ કામો પુર્ણ કરવા આ જોગવાઈ કર્યાનું કહ્યુ હતુ.

શહેરી ગરીબોને આવાસની સુવિધા પુરી પાડવા રૂ.૧૨૮૦ કરોડ ફાળવણીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮૫૦૦૦ નવા આવાસો બાંધવા, તે ઉપરાંત ક્રેડિટ બિલ્ટ સબસિડી સ્કીમ હેઠળ ૧૫૦૦૦ પરીવારોને વ્યાજ સહાય આપવાનું જાહેર કર્યુ હતુ. અમદાવાદના ઐતિહાસિક સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમનું નવીનીકરણ અને વર્લ્ડ હેરિટેઝ મ્યુઝિયમન બનાવવા સરકાર રૂ.૨૦ કરોડની ફાળવી રહી હોવાનું કહેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદના પલ્લવ ચાર રસ્તે સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ માટે રૂ.૬૫ કરોડ અને ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે નહેરબ્રીજથી નગરી હોસ્પિટલ તરફ અંડરપાસ બાંધવા રૂ.૨૫ કરોડ જોગવાઈ કર્યાનું ઉમેર્યુ હતુ.