રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (00:38 IST)

કોરોના ગુજરાત અપડેટ - રાજ્યમાં 661 નવા કેસ, ભાવનગર શહેરમાં 2નાં મોત

corona india
ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી સંક્રમણ નિયંત્રણમાં આવ્યુ હતુ. ગઈકાલે આવેલા 5 કેસમાંથી 2 ના મોત થયા છે. 
 
ઓગસ્ટમા અત્યાર સુધી 10ના મોત
 
5 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 2નાં મોત થયાં છે. 7 ઓગસ્ટે રાજકોટ શહેરમાં 2 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. 5 ઓગસ્ટે અમદાવાદ શહેર-મોરબી અને ગાંધીનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં છે, 4 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું