Corona India Update - એક લાખ પર પહોચ્યો નવા કેસનો આંકડો, એક્ટિવ કેસ પણ 14 લાખ બચ્યા
દેશમાં કોરોનાની બીજી લહેરથી સતત રાહત મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,00,636 નવા મામલા મળ્યા છે. આ ઉપરાંત 1,74,399 લોકો ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 61 દિવસમાં પહેલીવાર 24 કલાકમાં આટલા ઓછા નવા કેસ મળ્યા છે. જો કે મોતનો આંકડો નવા કેસોની તુલનામાં ઓછી ઝડપથી ઘટી રહ્યા છે, જે ચિંતાનુ કારણ છે. છેલ્લા એક દિવસમાં 2427 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યાના હિસાબથી પણ મોટી રાહત મળી છે. એક બાજુ નવા કેસનો આંકડો 1 લાખ પર આવી ગયા છે તો સક્રિય મામલાની સંખ્યા 14 લાખ પર આવી ગઈ છે. છેલ્લા એક દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં 76,190 ની કમી આવી છે.
કોરોનાથી રાહતનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે સતત 25 દિવસોથી નવા કેસના મુકાબલે રિકવર થનારા લોકોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ ઝડપથી વધતા 93.94% આવી ગયો છે. હાલ વીકલી પોઝિટીવીટી રેટ પણ 6.21 ટકા છે. બીજી બાજુ ડેલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો આ આંકડો 6.34 ટકા રહી ગયો છે. છેલ્લા 14 દિવસમાં આ આંકડો સતત 10 ટકાથી ઓછો રહ્યો છે. આ દરમિયાન વેક્સીનેશને પણ ગતિ પકડી છે. દેશમાં અત્યાર સુધી 23.27 કરોડ કોરોનાના ડોઝ અપાઈ ચુક્યા છે.
જલ્દી 3 કરોડને પાર થશે ભારતમાં કોરોનાના કુલ કેસ
સોમવારે આવેલા કોરોના કેસોના નવા આંકડા સાથે, દેશમાં કુલ સંક્રમણ સંખ્યા વધીને 2,89,09,975 થઈ ગઈ છે. જલ્દી આ આંકડો 3 કરોડને પાર કરી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં નવા કેસની સંખ્યા 1 લાખની નીચે જવાની ધારણા છે. સોમવારના ડેટા મુજબ છેલ્લા એક દિવસમાં 13,90,916 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જો આપણે કોરોના ટેસ્ટિંગની વાત કરીએ, તો 15,87,589 સૈપલ લેવામાં આવ્યા છે, જે 5 જૂનના મુકાબલે ઓછા છે ત્યારે 20,36,311 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 33 કરોડથી વધુ કોરોના ટેસ્ટિંગ થઈ ચુકી છે.