બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 30 માર્ચ 2020 (16:32 IST)

વિદેશ પ્રવાસ જઈ આવેલા 235 અંગે સુરત મ્યુનિ.ને માહિતી જ નથી

કોરોના સામે લડાઈ લડી રહેલા સુરતના માથે એક નવી આફત આવી છે. વિદેશ પ્રવાસ જઈ આવેલા 235 લોકો એવા છે જેઓની માહિતી જ મ્યુનિ. તંત્ર પાસે નથી. સરકારમાંથી વિદેશ પ્રવાસ કરી આવેલા 235 લોકોના નામ આવ્યા છે પરંતુ તે નામ અધુરા અને એડ્રેસ પણ નથી. તેથી મ્યુનિ. તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેના કારણે હવે સ્થાનિકો જ આસપાસ વિદેશ પ્રવાસ જઈ આવેલાની માહિતી આપે તેવો પ્રયાસ થઈ રહ્યો છે.સુરતમાં પહેલો કોરોનાનો કેસવાળી યુવતી સારી થઈ તે સમાચાર સુરતીઓ માટે થોડા કલાકો માટે જ રાહત આપનારા રહ્યાં છે. સુરતના લોકો પહેલો પોઝીટીવ કેસની રિવકરીથી રાહત અનુભવી રહ્યાં હતા ત્યારે 15 ફેબ્રુઆરી પછી વિદેશથી આવેલા લોકોની માહિતી કેન્દ્ર સરકાર તરફથી આવતાં મ્યુનિ. તંત્ર 
 
ચિંતામાં મુકાયું છે. કોરોના અટકાવવા માટે સુરત મ્યુનિ. તંત્ર, કલેક્ટર અને પોલીસ તંત્ર લડાઈ લડી રહ્યું છે પરંતુ લોકોનો પુરતો સાથ મળતો ન હોવાથી મુશ્કેલી વધી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી 15 ફેબ્રુઆરી બાદ વિદેશ પ્રવાસ કરીને સુરત આવેલા લોકોની યાદી અપાતા સુરતનું ટેન્સન વધી રહ્યું છે. સરકાર તરફથી જે યાદી આવી છેતેમાં માત્ર નામ તે પણ અધુરા હોવાથી તંત્ર મુંઝવણમાં મુકાયું છે. આ લોકોને કેવી રીતે શોધવા અને કોરન્ટાઈન કેવી રીતે કરવા તે તંત્ર માટે મોટો પડકાર બની ગયો છે. મ્યુનિ.તંત્રએ આવા લોકોને શોધવા માટે અખબારમાં નામ સાથે જાહેરાત આપીને સેલ્ફ ડિકલેરેસન કરે તેવી અપીલ કરી છે. તો બીજી તરફ મ્યુનિ તંત્ર લોકોને પણ અપીલ કરી રહ્યું છે કે, તમારી આસપાસ કોઈ વિદેશ પ્રવાસ જઈને આવ્યું હોય તેની વિગત મ્યુનિ.ને જાહેર કરી દે. આમ એડ્રેસ અને પુરા નામ વગરનું વિદેશ પ્રવાસીઓનું 235 લોકોનું લિસ્ટ સુરત મ્યુનિ. માટે હાલ સૌથી મોટી સમસ્યા બની રહી છે. જ્યાં સુધી આ પ્રવાસીઓ મળશે નહીં ત્યાં સુધી સુરત મ્યુનિ, કે સુરતીઓ માટે મોટી આફત હોય તેવું કહેવાય 
 
રહ્યું છે.