સરકારે યુટર્ન લીધો, કોરોના સામે હવે માત્ર કોમ્યુનિટી સર્વેલન્સ હાથ ધરાશે
ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજથી રેન્ડમ ટેસ્ટના બદલે ખાસ કોરોનાના ચિન્હોવાળા દર્દીઓને શોધવા માટે ઝુંબેશ કરવાની સુચના રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિ દ્વારા આપવામાં આવી છે. આ સૂચનાનો મુખ્ય ઉદ્દેશ કોમ્યુનિટી સર્વેલન્સ હાથ ધરવાનો હોવાનું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરને આ ઝુંબેશમાં સક્રિયપણે આગળ વધવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર આવતા દિવસોમાં કોમ્યુનિટી સર્વેલન્સ વધારવા આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં ખાસ કોમ્યુનિટી સર્વેલન્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિના જણાવ્યા અનુસાર હવે એક એવો તબક્કો આવ્યો છે. જેમાં કોમ્યુનિટી સર્વેલન્સ વધારવું પડશે. આ સર્વેલન્સમાં ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, શહેરી વિસ્તારમાં રહેણાક વિસ્તારના અગ્રણી અને જોડવામાં આવનાર છે. કોરોના સામેની લડાઈમાં બિન ચેપી રોગના દર્દીઓ જે નાગરીકો બે દિવસથી તાવ શરદી ઉધરસ જેવા લક્ષણ મળતા હોય તેવા દર્દીઓને કોવિદ હોસ્પિટલ ખાતે લઇ આવવા અથવા 104 હેલ્પલાઇન ઉપર ફોન કરી દર્દીઓને સારવાર આપી સાજા કરી શકાય તે એક માત્ર હેતુ છે. છેલ્લા ત્રણ દિવસથી કેન્દ્રની ટીમ ગુજરાતના પ્રવાસે છે. આ ટીમ દ્રારા કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સાથે ગુજરાતમાં ચાલી રહેલી સર્વેલન્સની કામગીરીને લઈને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં હવે કોરોનાની સર્વેની કામગીરીમાં બીજો તબક્કો શરૂ કરવા અને વિશેષ કરીને વરિષ્ઠ નાગરિકોને શોધી અને એમના જીવ બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત સરકાર દ્વારરા પ્રો–એકિ્ટવ સર્વેલન્સ અને કન્ટેન્ટ ક્ષેત્રમાં કરાયેલી કામગીરી નોંધ લીધી છે. આજથી તમામ જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર એવા ચિન્હોવાળા દર્દીઓને શોધવા વિશેષ ઝુંબેશ શરૂ કરશે.