1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 એપ્રિલ 2021 (08:51 IST)

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાક્માં 2410 નવા કેસ, દર કલાકે નોંધાઇ છે 100થી વધુ કેસ

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઘાતક બનતી જાય છે. કોરોનાએ તમામ રેકોર્ડ તોડી છે. રાજ્યમાં કોરોના કાળના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 24 કલાકમાં 2410 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઇ છે. જે સાથે રાજ્યમાં દર કલાકે 100થી વધુ કેસ નોંધાય રહ્યા છે. જેના સાથે જ લોકોની ચિંતા વધી છે. 
 
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 613 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 464 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 292, રાજકોટ શહેરમાં 179, સુરતમાં 151, વડોદરામાં 71, રાજકોટમાં 44, ભાવનગર શહેરમાં 33, જામનગરમાં 32, મહેસાણામાં 31, મહીસાગરમાં 28, ભરૂચમાં 28, ગાંધીનગર શહેરમાં 27, પાટણમાં 27, ખેડામાં 26, મોરબી અને સાબરકાંઠામાં 26-26 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
 
રાજ્યમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વય ધરાવતાં તમામ વ્યક્તિઓના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીનું એક દિવસમાં સર્વાધિક રસીકરણ કરવામાં આવ્યુ હતું. એક દિવસમાં 4 લાખ 54 હજાર 638 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી રાજ્યમાં 2 લાખ 92 હજાર 584 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.35 ટકા છે.