રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (12:19 IST)

Gandhinagar Manpa Result Live - ફરી લહેરાયો ભાજપનો ભગવો..! ગાંધીનગર મનપામાં ભાજપ ભવ્ય જીત

ગાંધીનગર મહાનગર પાલિકાચૂંટણી પરિણામ

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે. જેમાં 5 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સૌ પ્રથમ બેલેટ વોટની ગણતરી હાથ ધરવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની ટક્કર થશે. મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત છે. વોર્ડ-3 માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મત મળ્યા છે.હાલમાં પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી આગળ છે.
 
-  ભાજપ 6 કોંગ્રેસ 4 આમ આદમી પાર્ટી 1 પર આગળ 
-  15 આઈઆઈટીઈમાં 48 EVMની મતગણતરી કરાશે.
- ગાંધીનગરમાં પટેલ -પાટીલની પરીક્ષા
- પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ થઈ ગઈ છે
- 162 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો આજે
- બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે


અહી ચાલુ છે મતગણતરી 

વોર્ડ નંબર 1 (સેક્ટર - 25,26 અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર 2 (જીઈબી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર 15ની ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 40થી વધુ EVM મશીનમાં કેદ મતોની મતગણતરી કરાશે, જેમાં 70થી વધુનો સ્ટાફ રહેવાનો છે, જ્યારે વોર્ડ નંબર - 3(સેકટર - 24,27, 28) અને વોર્ડ નંબર - 4(સેકટર - 20, 29, જીઈબી છાપરા, પેથાપુર કસબો, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, લવારપુર/ શાહપુર ટીપી - 25)ની મતગણતરી સેકટર - 15 આઈઆઈટીઈમાં 48 EVMની મતગણતરી કરાશે.

12:18 PM, 5th Oct
ફરી લહેરાયો ભાજપનો ભગવો..!
 
ગાંધીનગર મનપામાં ભાજપ ભવ્ય જીત તરફ.., 27 બેઠકો પર જીત સાથે સ્પષ્ટ બહુમતી, વોર્ડ 1,4,5,7, 9 અને 10માં ભાજપનો ભવ્ય વિજય... કોંગ્રેસને માત્ર 2 બેઠક..! 

12:16 PM, 5th Oct
બનાસકાંઠા...
 
થરા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ..
 
24 માંથી 20 બેઠકો પર ભાજપનો કબજો..
 
જ્યારે 04 બેઠકો પર કોંગ્રેસની જીત..
 
આમ આદમી પાર્ટી ખાતું પણ ન ખોલાવી શકી..
 
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો.

12:16 PM, 5th Oct
ખેડા બ્રેકિંગ
 
ખેડા નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
 
નગરપાલિકાના બે વોર્ડની ત્રણ સીટો ની ચૂંટણી પર ભાજપનો કબજો
 
વોર્ડ 1 ની બે અને વોર્ડ 6 ની 1 બેઠક પર યોજાઇ હતી ચૂંટણી
 
વોર્ડ 1ના જીતેલા ઉમેદવારો
જીગીશાબેન સંજયભાઇ વાઘેલા
લક્ષ્મણભાઈ મનુભાઈ ગોહિલ
 
વોર્ડ 6ના જીતેલા ઉમેદવાર
મૌલેશકુમાર ચંદુભાઈ કાછીયા પટેલ

12:15 PM, 5th Oct
દાહોદ
દાહોદજીલ્લા માં ત્રણ બેઠકો પર તાલુકાપંચાયત ની પેટા ચૂંટણી યોજાઈ હતી
આજે ત્રણેય બેઠકો ની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલ માં થી પુરી
ત્રણ માંથી બે બેઠકો પર ભાજપ જ્યારે અન્ય એક બેઠક પર અપક્ષ નો થયો વિજય
આગાવાડા તેમજ કેલીયા તાલુકાપંચાયત બેઠક પર ભાજપ નો ભગવો જ્યારે સીમળિયા બિઝર્ગ બેઠક પર અપક્ષ ઉમેદવાર થયા વિજયી

10:46 AM, 5th Oct
મોરબી જિલ્લા મા હળવદ તાલુકા ના રણછોડગઢ તાલુકા પંચાયત મા આપ ખાલી ૧૩૪ મત થી હારી ગયુ 
રણછોડગઢ.874...324
આપ..141...62
કોંગ્રેસ..111...94
ભાજપ..610...161
 
રાયધ્રા...1023
આપ...668
કોંગ્રેસ..99
ભાજપ...236
નોટા..20
 
સરંભડા...532
આપ...124
કોંગ્રેસ..347
ભાજપ..53
નોટા..4
 
પાંડાતિરથ...608
159..આપ
213..કોંગ્રેસ
228..ભાજપ
 
આપ..1154
કોંગ્રેસ...864
ભાજપ...1288
 
134 મતોએ ભાજપ વિજયી
પણ આપ અે પણ ખુબ ટક્કર આપી અને બીજા નંબર રહ્યુ

10:46 AM, 5th Oct
અમદાવાદ  રાઉન્ડ 8
 
ઇસનપુર વોર્ડ 45 
ભાજપ ના મૌલિક પટેલ આગળ..
 
ભાજપ 16216
કોંગ્રેસ 3705
Other 1675
Nota 344
કુલ મત 21940

10:45 AM, 5th Oct
બનાસકાંઠા...
 
થરા નગરપાલિકાના વોર્ડ નંબર -2 માં ભાજપના 4 ઉમેદવારોની જીત...
 
- ભાજપના જીતેલા ઉમેદવારોના નામ
 
ચંપાબેન રાવળ
જશોદાબેન મકવાણા
નૈષદકુમાર મકવાણા
પૂજાજી તેરવાડિયા
 
 
વોર્ડ-2 ના ભાજપના 4 ઉમેદવારોની જીતથી ભાજપમાં ખુશી..

10:45 AM, 5th Oct
મહેસાણા 4 બેઠકની પેટા ચૂંટણી ના પરિણામ જાહેર
મહેસાણા પાલિકા વોર્ડ 11 ની બેઠક પર ભાજપના ફાલ્ગુનીબેન પટેલ  1900 મતોથી થયા વિજય
વડનગર પાલિકા ના વોર્ડ 7 ની બેઠક પર દર્શનાબેન સોની 517 મતો થી વિજય
મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક ઉપર કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણા ૨૧૫ મતે વિજય
સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક પર કોંગ્રેસ ના કનુભાઈ બારોટ નો 175 મતે થયા વિજય

10:45 AM, 5th Oct
દાહોદ: આગવાડા પેટા ચૂંટણી પર ભગવો લહેરાયો
ભાજપના સુરેશ મેઘજી ભાઈ ભાભોર વિજય
સુરેશ મેઘજી ભાઈ ભાભોરને 1624 મત મળ્યા

10:39 AM, 5th Oct
-  ગાંધીનગર વોર્ડ નંબર 3 માં ખરાખરીનો જંગ, ભાજપના સોનાલી પટેલ 1 મતથી આગળ, કોંગ્રેસના ઉર્મિલા મહેતા 1 મતથી જ પાછળ
- ગાંધીનગર વોર્ડ નંબર 3 માં પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ, કોંગ્રેસ-ભાજપના 2-2 ઉમેદવાર આગળ, કોંગ્રેસના અંકિત બરોટ 400 મતથી આગળ
- ગાંધીનગર વોર્ડ નંબર 7 માં પહેલો રાઉન્ડ પૂર્ણ, ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી આગળ
- ગાંધીનગર વોર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવાર કિંજલબેન ઠાકોર- 2037, પ્રેમલસિંહ ગોલ- 2352, શૈલેષ પટેલ- 2156, સોનલબા વાઘેલા- 2779 મતોથી આગળ
- ગાંધીનગર વોર્ડ નંબર 9 માં ઈવીએમનો પ્રથમ રાઉન્ડ પૂરો, ભાજપ આગળ
-  ગાંધીનગર વોર્ડ નંબર 9 માં પોસ્ટલ મતોમાં ત્રણ ભાજપ અને એક કોંગ્રેસ ઉમેદવાર આગળ

10:36 AM, 5th Oct
સોનગઢ તાલુકા પંચાયતની ખેરવાડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
મીનેશ વસાવાનો વિજય
5 તાલુકા પંચાયતની બેઠકમાંથી  3 પર ભાજપનો વિજય

10:10 AM, 5th Oct
-ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલ આગળ
- તાપીઃ
- સોનગઢ તાલુકા પંચાયતની ખેરવાડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય, મીનેશ વસાવાનો વિજય
- 5 તાલુકા પંચાયતની બેઠકમાંથી  3 પર ભાજપનો વિજય

10:10 AM, 5th Oct
- લીંબડી નગરપાલિકા વોર્ડ નં. 5 ની પેટા ચૂંટણી નું પરિણામ જાહેર
- વોર્ડ નં. 5 માં ભાજપ ના ઉમેદવાર દર્શનભાઈ ડાયાભાઈ ખાંદલા ની 600  વધુ મત ની લીડ થી વિજેતા થયા છે