ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (08:18 IST)

આજે ગાંધીનગર મનપા ચૂંટણીનુ પરિણામ, કોણ મારશે બાજી ? ભાજપનું પલડું ભારે

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો પર મનપાની 44 બેઠકો પર 162 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. ચૂંટણી માટે 284 મતદાન મથકો પર  મતદાન થયું હતું. મતદાન માટે 317 CU મશીન, 461 BU મશીન ઉપયોગમાં લેવાયા હતા. 144 સંવેદનશીલ, 4 અતિસંવેદનશીલ મતદાન મથકો હતા જેમાં એકલ દૉકલ ઘટનાઑને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું .જેમાં 5 ચૂંટણી અધિકારીઓની ચાંપતી નજર હેઠળ  ચૂંટણી યોજાઈ હતી. આજે  5 ઓક્ટોબરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગર મનપા પર કોનું રાજ રહેશે તે તરફ સૌ કોઇની મીટ મંડાયેલી છે.
 
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો પર મનપાની 44 બેઠકો પર 162 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. ચૂંટણી માટે 284 મતદાન મથકો પર  મતદાન થયું હતું. મતદાન માટે 317 CU મશીન, 461 BU મશીન ઉપયોગમાં લેવાયા હતા. 144 સંવેદનશીલ, 4 અતિસંવેદનશીલ મતદાન મથકો હતા જેમાં એકલ દૉકલ ઘટનાઑને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે.5 ચૂંટણી અધિકારીઓની ચાંપતી નજર હેઠળ  ચૂંટણી યોજાઈ.  5 ઓક્ટોબરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
 
ગાંધીનગર મનપાના ત્રિપાખિયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.  મતદાનની સરેરાશ 57% રહેતા રાજકીય નિષ્ણાતો અનેક તર્ક વિતર્ક લગાવી રહ્યા છે. જેમાં ભાજપનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. ગાંધીનગર મનપામાં ભાજપને બહુમતી મળી શકે છે. જ્યારે કોંગ્રેસ બીજા નબર અને આમ આદમી પાર્ટી ત્રીજા નંબર પર લોકોના મત જીતી શકે છે.