શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (17:12 IST)

બહુ ચર્ચિત કિશન ભરવાડ હત્યા કેસ - ATSની ટીમે મુખ્ય 2 આરોપીઓને સાથે રાખીને ધંધુકામાં કર્યુ રિકન્સ્ટ્રક્શન

બહુ ચર્ચિત કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ તપાસ સંભાળ્યા બાદ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હત્યાનું કાવતરું ઘડનારા અને ફાયરિંગ કરી ફરાર થઈ જનાર આરોપીઓ પણ પોલીસ ગિરફતમાં આવી ચૂક્યા છે ત્યારે સાંયોગિક પુરાવા એકત્રિત કરવા એટીએસે ધંધુકાના અલગ-અલગ વિસ્તારમાં આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ. આજે ગુજરાત ATSની ટીમે મુખ્ય 2 આરોપીઓને શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ધંધુકામાં રિકન્સ્ટ્રક્શન કર્યુ. આ હત્યા કેસના બંને મુખ્ય આરોપીઓ શબ્બીર ઉર્ફે સાબા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણે કિશન ભરવાડની હત્યા કરી હતી. કિશનનો ક્યાંથી પીછો કરતા અને કેટલા અંતરે ગોળી મારી હતી. જેનું ઘટનાસ્થળે રિકસ્ટ્રક્શન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય  છે કે 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની મોડી સાંજે ફાયરિંગ કરી મોઢવાડ પાસે હત્યા કરવામાં આવી હતી.
 
 
કિશન ભરવાડ હત્યા કેસનું રિ-કન્સ્ટ્રક્શન 
 
- બહુ ચર્ચિત કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ તપાસ સંભાળ્યા બાદ આઠ આરોપીઓની ધરપકડ કરી 
- સાંયોગિક પુરાવા એકત્રિત કરવા એટીએસે ધંધુકાના અલગ-અલગ વિસ્તારમાં આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
- મુખ્ય આરોપીઓ શબ્બીર ઉર્ફે સાબા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણે કિશન ભરવાડની હત્યા કરી હતી
-  કિશનનો ક્યાંથી પીછો કરતા અને કેટલા અંતરે ગોળી મારી હતી. જેનું ઘટનાસ્થળે રિકસ્ટ્રક્શન કરવામાં આવ્યું
- 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની મોડી સાંજે ફાયરિંગ કરી મોઢવાડ પાસે હત્યા કરવામાં આવી હતી
- આરોપીઓએ હત્યા કર્યા બાદ બિનવારસી બાઇક મુક્યું હતું. ત્યાં જ એક વાડીમાં આશરો મેળવવા ગયા હતા
- ખુલ્લા ખેતરમાં અન્ય મદદ ન મળતાં રાત્રી દરમિયાન મતીન મોદનને ફોન કરી કામ થઈ ગયું હોવાની વાત કરી હતી
- બાદમાં આરોપી મતીને બીજી જગ્યાએ રોકાણની શબ્બીર અને ઈમ્તિયાઝની વ્યવસ્થા કરી હતી
- હાલ તો તમામ પકડાયેલ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે
- કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબ જાવરાવાલાએ પણ અત્યાર સુધી કેટલા લોકોને કટ્ટરવાદી માનસિકતાથી નફરતનું ઝેર ફેલાવ્યું હતું
- વધુ તપાસ કરવા બન્ને મૌલાનાની પણ પૂછપરછ ગુજરાત ATS કરશે.