રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (14:11 IST)

શુ તમારુ BP 140/90 mmHg થી ઉપર રહે છે ? તો ખાલી પેટ કોળાના બીજ ખાવા શરૂ કરી દો, થશે ફાયદો

Pumpkin Seeds
હાઈ બીપી (high bp)એ શરીર માટે ધીમા ઝેર છે જે ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે. ઉલ્લેખનીય છે કે આ સમસ્યા જે પણ વ્યક્તિમાં શરૂ થાય છે તેમા સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, ડાયેટની કમી બીપીને તરત જ વધારી શકે છે જેની સાથે   બીપીમાં વધારો થવાથી માત્ર જ્ઞાનતંતુઓને જ નુકસાન થતું નથી પરંતુ તેનાથી સ્ટ્રોક, હાર્ટ એટેક અને તમારી આંખોને નુકસાન પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારા આહારમાં તે વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જે હાઈ બીપીની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જેવા કે કોળાના બીજ. જી હા કોળાના બીજ (pumpkin seeds for high bp)માં કેટલાક એવા તત્વો હોય છે જે કે બીપી કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આવો  જાણીએ કે કોળાના બીજ કેવી રીતે તમારુ બીપી કંટ્રોલ કરી શકે છે. 
 
 
High BP માં કોળાના બીજ - Is pumpkin good for people with high blood pressure
 
હાઈ બીપીના દર્દીઓમાં હકીકતમાં બ્લડ સેલ્સ સંકુચિત થઈ જાય છે. એવું બને છે કે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ ભેગુ થવાને કારણે, લોહીને પસાર થવાનો રસ્તો ઓછો મળે છે, જેના કારણે તેનું દબાણ વધે છે. આ સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ, જ્યારે તમે કોળાના બીજનું સેવન કરો છો, ત્યારે તે આ તમારા શરીરની આ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરે છે. વાસ્તવમાં, કોળાના બીજમાં સારી માત્રામાં પોટેશિયમ(Potassium) હોય છે જે  બ્લડ સેલ્સને ફેલાવે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
 
 હાઈ બીપીમાં કોળાના બીજના ફાયદા - Pumpkin seeds benefits in high bp
 
હાઈ બીપીમાં કોળાના બીજના ઘણા ફાયદા છે. સૌપ્રથમ, આ બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને રૉગેજ હોય ​​છે, જે ધમનીઓમાં જમા થયેલા કોલેસ્ટ્રોલને ઓગાળીને બ્લડ પ્રેશર ઘટાડે છે. આ ઉપરાંત, કોળાના બીજમાં પણ સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવા અને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ અસરને કારણે, સ્ટ્રોક અને હૃદય રોગથી મૃત્યુનું જોખમ ઓછું થાય છે.
 
હાઈ બીપીમાં કોળાના બીજનુ કરો સેવન  - How to use pumpkin seeds in high bp
 
હાઈ બીપીમાં તમે કોળાના બીજનું સેવન ઘણી રીતે કરી શકો છો. પરંતુ, આ બીજનું કાચા સેવન કરો. આ માટે બીજને આખી રાત પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો. બીજું, તમે આ બીજમાંથી સ્મૂધી બનાવીને તેનું સેવન કરી શકો છો.