મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ઑગસ્ટ 2020 (15:55 IST)

દ્વારકા નજીક આભ ફાટ્યું: દોઢ કલાકમાં જ તૂટી પડ્યો 4 ઇંચ વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસું પૂરજોશમાં જામ્યું છે. ત્યારે ખાસકરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે નદી-નાળા છલકાયા હતા અને પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. મેઘરાજાની તોફાની ઇનિંગના લીધે ચોતરફ પાણી પાણી થઇ ગયું હતું. 
 
આગામી ત્રણ દિવસ એટલે આજથી ભારે વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. શુક્રવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સામાન્યથી લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
 
હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદને લઈને આગાહી કરાઈ છે.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.
 
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના ભાગરૂપે આજથી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.ગુજરાતમાં અત્યારસુધી મોસમનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેની પૂરી સંભાવના છે.
 
રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આજે વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે દાહોદ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
આવતીકાલ એટલે 30 ઓગસ્ટે સુરત, નવસારીમાં આતિભારે વરસાદની આગાહી તો આણંદ, ભરૂચ, વડોદરા, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા.