1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2018 (12:39 IST)

ટુંક સમયમાં સૌરાષ્ટ્ર-હજીરા રો-રો ફેરી સર્વિસ શરુ થશે

બે દિવસ અગાઉ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2018માં હજીરાથી ઘોઘા અને પીપાવાવથી દીવ જવા માટે રો-રો ફેરી સર્વિસની શરુઆત થઈ જશે.મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારના રોજ સુરતમાં આવેલા મગદલ્લા પોર્ટની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જણાવ્યું કે, ઈન્ડિયન વોટરવેઝના પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા અને તાપી નદીમાં વોટરવેઝ શરુ કરવાનો સરકારનો પ્લાન છે. આ પ્રોજેક્ટનો DPR પણ તૈયાર છે. તેમણે જણાવ્યું કે,2018 સુધીમાં સુરતને સૌરાષ્ટ્ર સાથે જોડવા માંગીએ છીએ, જેનાથી સૌરાષ્ટ્રની કોઈ વ્યક્તિ સવારે સુરત આવે અને સાંજે પાછી ફરી શકે. આ માટે માળખું તૈયાર છે અને અમારી ઈચ્છા છે કે થોડાક જ મહિનાઓમાં પેસેન્જર ફેરી સર્વિસ શરુ કરી દઈએ.