રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (10:40 IST)

અંબાજીધામમાં યોજાનાર પાટોત્સવ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો રદ કરાયા

કોરોનાએ પોતાને ફરી એકવાર પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસ ૩ હજારને પાર થઇ ગયા છે. જેના લીધે રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. 
 
અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો રદ્દ કરવાની જાહેરાત કરી છે. ત્યારે હવે મળતી માહિતી અનુસાર અંબાજી ખાતે યોજાનાર પાટોત્સવ મુલત્વી રાખવામાં આવ્યો છે જ્યારે ખોડલ પાટોત્સવ વર્ચ્યુલ યોજવામાં આવશે.
 
ઉત્તર ગુજરાત યાત્રા ધામ અંબાજીમાં પોષ સુદ પૂનમ તા.17 જાન્યુઆરી સોમવારના પવિત્ર દિને જગત જનની જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષ પણ કોરોના મહામારીને લઈને તમામ ધાર્મિક કાર્યક્રમ મુલતવી રખાયા છે .
 
અંબાજી મંદિર ખાતે મંદિરના અધિકારીઓ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના હોદેદારો સાથે બેઠક યોજાઈ હતી જેમાં આ ર્નિણય લેવાયો છે .અંબાજીમાં આ વર્ષ પણ માં અંબાના જન્મોત્સવની ઊજવણીને કોરોના મહામારી ના લીધે જેમાં ભવ્ય શોભાયાત્રા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મુલતવી રાખવામાં આવ્યા છે અને દર વર્ષ અનન્ય આસ્થા અને શ્રદ્ધા સાથે ગબ્બર ખાતેની માં અંબાની અખંડ જ્યોત લાવી મંદિરની જ્યોત સાથે મલવવામાં આવશે .
 
માતાજીના ચાચરચોકમાં વિશેષ આરતી યોજી માં અંબાનો જન્મોત્સવ મનાવવામાં આવશે તથા માં અંબાના શીખરે ધ્વજારોહણ કરી માં અંબાનો જન્મોત્સવ મનાવવામાં આવશે.