મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 જાન્યુઆરી 2023 (16:29 IST)

અમદાવાદના ગોતામાં એમેઝોન ફન પાર્કમાં ભીષણ આગ, 4 ફાયર ફાયટર ઘચના સ્થળે

amazone fun
અમદાવાદના ગોતામાં ગેમ ઝોનમાં ભીષણ આગ લાગતાં લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. હાલમાં આગને કાબુમાં લેવા માટે ચાર ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયાં છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની કોઈ જાણકારી હજી સુધી મળી નથી. આસપાસના લોકોમાં આ આગને કારણે નાસભાગ મચી ગઈ છે.

ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસે આવેલા એમેઝોન ફન પાર્કમાં કોઈ કારણોસર ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી. આગને કાબુમાં લેવા માટે પહેલા બે ફાયર ફાયટર રવાના થયાં હતાં અને ત્યાર બાદ બે વધુ ફાયર ફાયટરો રવાના થયાં હતાં. ગેમ ઝોન હોવાથી લોકોની સંખ્યા વધુ હોય છે. જેથી કોઈ કારણોસર આગ લાગવાથી દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. ભીષણ આગના સમાચાર મળતાં જ ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ચાંદખેડા, થલતેજ અને નવરંગપુરા ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.પાર્કમાં અંદર કોઇ વ્યક્તિ ફસાયેલા છે કે કેમ? તે અંગે પણ ફાયરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.