બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (11:24 IST)

મોડાસાની જીઆઇડીસીની બિસ્કિટ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ, જાનહાની ટળી

અરવલ્લી: મોડાસાની જીઆઇડીસીમાં આવેલી બેકવેલ બિસ્કિટ કંપનીમાં ગત મોડી રાત્રે ભયાનક આગ લાગી હતી. જો કે, આ આગની ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નહોતી. ત્યારે આ આગ લાગ્યાના સમાચાર મળતા મોડાસાની 3 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યારે આ કંપનીમાં બળીને ખાખ જઇ જતા મોટું નુકસાન થયું છે.
 
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી જીઆઇડીસીમાં એક બેકવેલ બિસ્કિટની ફેકટરીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આ આગની જ્વાળાઓ સમગ્ર ફેક્ટરીમાં ફેલાઇ ગઇ હતી. ત્યારે આગની ઘટના મળતા મોડાસાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
 
જોકે, આગની તીવર્તા વધુ હોવાથી હિંમતનગર, બાયડ અને ઇડરથી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ પણ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. સદનસીબે આગમાં કોઇ જાનહાની થઇ નથી. હજુ સુધી આ ફેક્ટરીમાં કયા કારણો સર આગ લાગી તે જાણવા મળ્યું નથી.