બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 ઑગસ્ટ 2021 (23:33 IST)

દર્દનાક અકસ્માત - બાઈક પર સવાર એક જ પરિવારના 3 પેઢીઓના 5 લોકોના મોત, બોલેરોએ મારી ટક્કર

યુપીના સંભલ જિલ્લામાં બુધવારે મોટો અકસ્માત થયો. ગુન્નોર કોતવાલી વિસ્તારમાં સામેથી આવી રહેલી બાઇકને તેજ સ્પીડમાં આવતી બોલેરોએ કચડી નાંખી હતી. અકસ્માતમાં બાઇક પર સવાર દાદા, માતા-પિતા અને બે માસૂમ બાળકોના મોત થયા હતા. અનિયંત્રિત બોલેરો રસ્તા પરથી ઉતરીને ખેતરમાં પહોંચી ગઈ. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સેંકડો લોકો સ્થળ પર એકઠા થઈ ગયા.  એક જ પરિવારની ત્રણ પેઢીના પાંચ લોકોના મોતથી માતમ છવાય ગયો. 
 
પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરા ગામના રહેવાસી વિપનેશ (24 વર્ષ) બે માસૂમ પુત્રો, ચાર વર્ષનો અનિકેત અને દો  વર્ષનો પુત્ર આરકે, તેમજ પત્ની પ્રીતિ (23 વર્ષ) અને પિતા રામ નિવાસ સિંહ (55 વર્ષ)સાથે બદાયૂં જિલ્લાના સહસ્વાન ગયા હતા.  માસૂમ પુત્ર આર.કે.ની દવા લીધા પછી કોલયાઈના સાપ્તાહિક બજારમાંથી બે બકરીઓ ખરીદ્યા પછી બધા પાંચ લોકો બાઈક પર સવાર થઈને પરત ફરી રહ્યા હતા.  ગુન્નૌર ક્ષેત્રમાં ગામ કાદરાબાદની પાસે સામેથી આવી રહેલ તેજ ગતિ બોલેરોએ બાઈકને કચડી નાખી. દુર્ઘટનામાં દાદા રામનિવાસ અને બંને પૌત્ર અનિકેત અને આરકેનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ, જ્યારે કે વિપનેશ અને તેની પત્ની ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. 
 
માહિતી મળતાં જ કોટવાલ વિકાસ સક્સેના ઘટનાસ્થળે પહોંચી ગયા. મૃતકોના મૃતદેહને ત્યાથી કબજે કર્યા પછી ઈજાગ્રસ્ત દંપતીને સામુહિક આરોગ્ય કેન્દ્ર જુનાવઈ ખાતે પહોંચાડી. જ્યાં ચિકિત્સકે હાલત ગંભીર જોતા બંનેને પ્રાથમિક સારવાર આપીને રેફર કરી દેવામાં આવ્યા.  જિલ્લા હોસ્પિટલમાં પહોંચતા ડોક્ટરે ગંભીર રીતે ઘાયલ દંપતીને મૃત જાહેર કર્યા. પોલીસે પંચનામુ ભર્યા બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. કોટવાલ વિકાસ સક્સેનાએ જણાવ્યું હતું કે બોલેરોના અજાણ્યા ચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની ટીમ આરોપી ડ્રાઈવરને શોધવામાં વ્યસ્ત છે.