ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 11 ઑગસ્ટ 2021 (18:35 IST)

તાઉતે સહાયને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પરેશ ધાણાની અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતા લોહી નિકળ્યું, 26 ધારાસભ્યોની અટકાયત

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને પગલે ઉના, દિવ, જાફરાબાદ અને ભાવનગરના મહુવામાં ભારે તારાજી થઈ હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને આવકારીને પીએમ અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે રાજ્યમાં તાઉ-તે વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સહાયને લઇને કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા.  
 
આજે ગાંધીનગર વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા યોજાયા હતા. આ કાર્યક્રમ માટે મંજૂરી લીધી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે તણખા ઝર્યા હતા. જેમાં પરેશ ધાનાણીને માથામાં ઈજા થઈ હતી. ત્યારે 26 જેટલા ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર તાઉતે સાયકોલન દરમિયાન માછીમારોને પુરતું વળતર ન આપ્યું હોવાના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો તથા કાર્યકરો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ બેનર પર સરકાર વિરોધી સૂત્રો લખીને વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા સંકુલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે એકઠા થવાના હત પરંતુ પોલીસે અગમચેતી રાખતાં કોંગ્રેસ કાર્યકરોને અટકાવ્યા હતા આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુકી સર્જાઇ હતી. આ દરમિયાન પરેશ ધાનાણીને ઇજા પહોંચી હતી જ્યારે અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. 
 
 
આ વિરોધ વિશે ગેનીબેને કહ્યું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને વિરોધ કરી રહ્યા છીએ. સરકાર તાઉતેના અસરગ્રસ્તોને સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ રાખે છે. જેને મળવુ જોઈએ તેને મળતુ નથી. વળતરમાં પણ ભેદભાવ રાખે છે. તાઉતેમાં જેમને નુકસાન થયુ હતું તેમને વળતર આપ્યુ નથી. તેથી લોકોને ન્યાય આપવવા માટે ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.
 
વિપક્ષ ના નેતા પરેશ ધાનાણીએ વાવઝોડાથી અસંગ્રસ્તોને સહાયમાં વિસંગતતા મામલે  મુખ્યમંત્રીને આવેદન આવ્યું હતું. જેમાં ગેરરીતિ કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવા કરી રજુઆત કરી હતી. આવેદન માં વિપક્ષ ના નેતાએ સહાય બાબતે 10 મુદ્દાઓ ટાંક્યા હતા.