સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 ઑગસ્ટ 2021 (14:07 IST)

પાકની વધુ એક નાપાક હરકત: કચ્છના દરિયાઈ કિનારે પાકિસ્તાની મરીન સિકયુરીટીનું બુલેટપ્રુફ જેકેટ મળી, જાણી જોઇને ટાપુ પાસે ફેંક્યું હોવાનું તારણ

Gujarat News in Gujarati
કચ્છના દરિયાઈ પાકિસ્તાની મરીન સિકયુરીટીનું બુલેટપ્રુફ જેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડાધામ મચી જવા પામી છે.
 
ગુજરાતના કચ્છના આાધારે અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ નજીક પાકિસ્તાની મરીન સિકયુરીટીનો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યો હતો. જખૌ મરીન પોલીસે આ જેકેટ કબ્જે કર્યું છે. આજે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જખૌ મરીન, સીમા સુરક્ષા દળ અને રાજ્યની ગુપ્તચર એજન્સીના કર્મચારીઓ જોડાયા હતા. આ સમગ્ર કેસમાં તપાસ શરૃ કરવામાં આવી છે કે જેકેટ સાથે હજુ કોઈ ચીજવસ્તુઓ મળવા પામી નાથી.