1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (17:44 IST)

ગીરના જંગલના ઇતિહાસની દુર્લભ તસવીર, એક સાથે પાણી પીતા જોવા મળ્યા હતા 10 સિંહ

એશિયાટિક સિંહો માટે દુનિયાભરમાં ચર્ચિત ગુજરાતના જંગલમાંથી એક અદભૂત અને દુર્લભ તસવીર સામે આવી છે. એકસાથે પાણી પીતા દસ સિંહો એક એવો નજારો સામે આવ્યો છે જે ખરેખર દુર્લભ છે અને પહેલાં ક્યારેય જોયો નહી હોય. ગુજરાત વન વિભાગના એક અધિકારીએ એકસાથે આ તમામ સિંહો (લગભગ 10) ને એક કૃત્રિમ જળાશયમાં પાણી પીતા કેમેરામાં કેદ કર્યા હતા. 
 
આ નજારો પોતાનામાં અદભૂત એટલા માટે છે કારણ કે આ પહેલાં એશિયાઇ સિંહોનો આ પ્રકારનો ફોટો કોઇએ પાડ્યો નથી. આહીં નાના નાના સાત સિંહના બચ્ચા સાથે બે માતાઓ એક સાથે પાણી પીતી હતી આ નજારો ગીર જંગલના ઇતિહાસનો સૌથી અનોખો અને રામાંચિત કરનાર છે. એપ્રિલ 2015માં સિંહની ગણતરી વખતે 523 સિંહ ગીરમાં રહેતા હતા. ગુજરાતના વન વિભાગે સિંહના સંરક્ષણ માટે દુનિયામાં સૌથી સારું કામ કર્યું છે તેના કારણે ગીરના જંગલમાં સિંહની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.