સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (11:04 IST)

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

OP kohli
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું સોમવારે નિધન થયું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે એક સાંસદ અને રાજ્યપાલ તરીકે તેમણે લોક કલ્યાણના મુદ્દાઓ પર કામ કર્યું. ભાજપના નેતા તરીકે તેમના યોગદાનને પણ યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે દિલ્હીમાં અમારી પાર્ટીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 
ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું સોમવારે નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. નોઈડાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
 
તો બીજી તરફ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલને તેમના સ્વયંસ્ફુરિત વ્યક્તિત્વ અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
 
ઓપી કોહલીના પૌત્રી કર્નિકાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારા દાદા ઓમપ્રકાશ કોહલી, ભૂતપર્વ ગર્વનર ગુજરાત અને રાજ્યસભા સાંસદનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે નવી દિલ્હીમાં નિગમબોધ ઘાટ થશે.
 
ઓપી કોહલી કટોકટીમાં જેલવાસ ભોગવ્યો હતો. કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓમપ્રકાશ કોહલીએ વર્ષ 1999થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVPના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. તેઓ 2014 થી 2019 સુધી ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે.