શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (12:24 IST)

ગણેશ ઉત્સવ: બજારોમાં ગ્રાહકોની ભીડ ઘટી, મૂર્તિના ભાવમાં વધારો

ગણેશ ઉત્સવ ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદનું મૂર્તિ બજાર ખાલી જોવા મળી રહ્યું છે. અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલું મૂર્તિ બજારમાં છૂટી છવાઇ ભીડ જોવા મળી રહી છે.  વેપારીઓનું કહેવું છે કે આ વખતે મૂર્તિમાં વેરાયટી ઘણી છે ચાર ફૂટની ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવી છે. પરંતુ ખરીદી કરવા માટે ગ્રાહકો આવી રહ્યા નથી. સરકારની ગાઇડ લાઇન આ કારણે માલ ખૂબ ઓછો બન્યો છે પરંતુ વેચાઈ રહ્યો નથી. 
 
કોરોનાના કારણે આ વખતે શ્રમિકોને બમણું વેતન ચૂકવવું પડી રહ્યું છે. કારણ કે મૂર્તિ બનાવનાર મોટાભાગના પશ્વિમ બંગાળના છે, જેમને સ્પેશિયલ ટિકીટ આપીને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મૂર્તિ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ મોંઘી થઇ ગઇ છે. 
કોરોનાના લીધે શ્રમિકો આવવાનું ટાળી રહ્યા છે. જે શ્રમિકોને દર મહિને 10 હજાર રૂપિયા આપતા હતા, તેમને 20 હજાર સુધી ચૂકવવા પડે છે. સુકા ઘાસ માટે 700 ના બદલે 1300, 10 કિલોની માટી માટે 140 ના બદલે 170 રૂપિયા ચૂકવવા પડે છે. ગોડાઉનનું ભાડુંન પણ દોઢ ગણું વધી ગયું છે. વાંસની કિંમત પણ 10 ટકા વધી ગઇ છે. 
 
ભક્તો ઓછી કિંમત પર મૂર્તિઓ ઇચ્છે છે. પરંતુ અમારી મજબૂરી છે કે ઓછી કિંમત પર આપી શકતા નથી. માટી, વાંસ, કલર, કેમિકલ, મજૂરી ખર્ચ વધી ગયો છે. આ પહેલાંની અપેક્ષાએ ગણેશ પ્રતિમાની કિંમત 25% સુધી વધુ છે.
 
જ્યારે ખરીદી કરવા ગ્રાહણ રાકેશ ઠાકુર અને પંકજ સંસારેએ જણાવ્યું હતું કે ભાવ વધારો ખૂબ જોવા મળી રહ્યો છે જે મૂર્તિ ભાવ 5000 થી 7000 ની હોવી જોઈએ તે કિંમત 12 થી 15 હજારમાં આ વખતે બજારમાં જોવા મળી રહી છે. નાનામાં નાની ફ્રેન્ડલી મૂર્તિની કિંમત પણ પાંચસોથી હજાર રૂપિયા જોવા મળી રહી છે. બમણા ભાવના કારણે ગ્રાહકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. 
 
પંકજ સંસારેએ જણાવ્યું હતું કોરોનાના કારણે ચોતરફ નેગેટિવિટી અને નિરાશાનો માહોલ છવાયેલો છે. ત્યારે તહેવારોની ઉજવણી કરવી જરૂરી છે. ભક્તિમય વાતાવરણ સર્જાશે અને તહેવારોની ઉજવણી થશે તો લોકો નિરાશામાં બહાર નિકળશે. સતત કામનું ટેન્શન હોય છે ત્યારે તહેવારોમાં લોકો એકબીજા મળે છે અને આનંદમય વાતાવરણ જુએ છે ત્યારે મનમાંથી નિરાશા દૂર થાય છે. ગણપતિ બાપ્પા કોરોનારૂપી વિઘ્નને દૂર કરી નવી આશાનું કિરણ ફેલાવશે.
=