1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 18 ઑક્ટોબર 2023 (16:26 IST)

સાયકલ પર ગરબે ઘૂમ્યા ખેલૈયા: VIDEO

Garba on a bicycle: VIDEO
Garba on a bicycle: VIDEO
ગરબે ઘૂમે દિવ્યાંગ અંતર્ગત રવિવારે પહેલા નોરતે અમદાવાદમાં આવેલ નવયુગ હોલમાં એક અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું .જ્યોતિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે વિશેષ ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની અંદર શારીરિક માનસિક ક્ષતિ ધરાવતા ,ખોડ તથા કુદરતી રીતે પોતાના અંગોની ક્ષતિ ધરાવતા ભાઈ બહેનો ,બાળકોએ ભાગ લીધો હતો .તૈયાર થઈને મેકઅપ સાથે વિવિધ ડ્રેસ સાથે હાથમાં દાંડિયા અને અન્ય વાજિંત્રો લઈને દિવ્યાંગ જનો ખૂબ મસ્તીમાં ગરબે ઘૂમ્યા હતા.સાથે સાથે પોતાના વ્હીલ ચેર ,ઘોડી,લાકડી ,ટેકો અને અન્ય સાધનો સહિત તેમણે ગરબા રમીને સાબિત કર્યું હતું કે તેઓ પણ કંઈ કમ નથી. તેમને ગરબે રમતા જોઈ તમામ હાજર મહેમાનો ,મુલાકાતઓ અને લોકોએ તેમની સ્ફૂર્તિ અને જીવન જીવવાની હિંમત જોઈને તેમની પ્રશંસા કરી હતી ,અને દાદ આપી હતી. આ પ્રકારના ગરબા મહોત્સવ થી તેઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે નું આયોજન સૌ માટે પ્રેરણા રૂપ બન્યું